પાડોશી દેશ પાકિસ્તાનમાં મંકીપોક્સના કેસોએ ત્યાંની સરકારની ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા છે. કરાચીના જિન્ના એરપોર્ટ પર એક શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. ખાસ વાત એ છે કે આમાંથી મોટાભાગના દર્દીઓ સાઉદી અરેબિયાથી પરત ફર્યા છે. તેની આઈસોલેશનમાં સારવાર ચાલી રહી છે. પાકિસ્તાન સરકારે મંકીપોક્સને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે.
મંકીપોક્સનો પાંચમો કેસ સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. કરાચીના જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સત્તાવાળાઓએ શનિવારે મંકીપોક્સના શંકાસ્પદ કેસની જાણ કરી છે. ARY ન્યૂઝ અનુસાર આ વ્યક્તિ PIAની ફ્લાઈટ દ્વારા સાઉદી અરેબિયાના જેદ્દાહથી આવ્યો છે.
મુસાફરને સિંધ સરકાર દ્વારા સંચાલિત આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. અહીં વધુ તપાસ કરવામાં આવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો હતો. ARY ન્યૂઝે એક અધિકારીને ટાંકીને કહ્યું કે 33 વર્ષીય પીડિતા ખૈબર પખ્તુનખ્વાના પેશાવરની રહેવાસી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશગઢ ગામ પાસેથી દારુની ૨૬૪ બોટલનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ
December 23, 2024 04:22 PMસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMઆહીર સમાજના ભામાશા જવાહર ચાવડા જિલ્લાના પ્રવાસે, અનેક આહીર યુવાનો અગ્રણીઓને રુબરુ મળ્યા
December 23, 2024 04:20 PMસોમનાથ સૂર્યવંશીની હત્યા માટે મહારાષ્ટ્રના CM ફડણવીસ જવાબદારઃ રાહુલ ગાંધી
December 23, 2024 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech