કેજરીવાલ–સિસોદિયા સામે મની લોન્ડરિંગનો કેસ ચાલશે

  • January 15, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી દા કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સામે કાર્યવાહી કરવા માટે ઇડીને મંજૂરી આપી દીધી છે. અગાઉ, દિલ્હીના ઉપ રાયપાલ વિનય કુમાર સકસેનાએ અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં, સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે, સરકારી કર્મચારીઓ પર કાર્યવાહી કરતા પહેલા ઇડીએ મંજૂરી લેવી પડશે.
અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, તેમની અને અન્ય લોકો સામે ઇડીની ચાર્જશીટ ગેરકાયદેસર છે. કારણ કે ફરિયાદ પક્ષની ફરિયાદ દાખલ કરતા પહેલા અધિકારીઓની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી. ડિસેમ્બર ૨૦૨૪માં ઇડીએ એલજીને એક પત્ર લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, દા કૌભાંડ કેસમાં કેજરીવાલ મુખ્ય સૂત્રધાર અને મુખ્ય કાવતરાખોર હોવાથી મંજૂરી આપવી જોઈએ.
તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટે વિધાનસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) રિપોર્ટ પર ચર્ચામાં વિલબં બદલ આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળની દિલ્હી સરકારને ઠપકો આપ્યો હતો. ન્યાયાધીશ સચિન દત્તાની સિંગલ જજની બેન્ચે જણાવ્યું હતું કે, દિલ્હી સરકારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવાનું બધં કરી દીધું છે, જેથી કેગ રિપોર્ટ ગૃહમાં રજૂ ન કરવો પડે. કેગ રિપોર્ટને ટાંકીને ભાજપે દાવો કર્યેા છે કે, દા નીતિ કૌભાંડથી દિલ્હીને ૨૦૨૬ કરોડ પિયાનું મહેસૂલ નુકસાન થયું છે. ભાજપે દાવો કર્યેા છે કે, દિલ્હી દા કૌભાંડમાં ઘણા આમ આદમી પાર્ટીના નેતાઓએ લાંચ લીધી હતી.
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને ઠપકો આપતા કહ્યું કે, જે રીતે તમે કેગ રિપોર્ટ પર તમારા પગલાં પાછા ખેંચી લીધા છે તે તમારી પ્રામાણિકતા પર શંકા ઉભી કરે છે. હાઈકોર્ટે વધુમાં ભાર મૂકયો હતો કે, રિપોર્ટ તાત્કાલિક સ્પીકરને મોકલવો જોઈતો હતો અને ગૃહમાં તેના પર ચર્ચા શ થવી જોઈતી હતી.

દિલ્હીનો કથિત દારૂ કૌભાંડ શું છે?

૧૭ નવેમ્બર, ૨૦૨૧ના રોજ દિલ્હીની કેજરીવાલ સરકારે ૨૦૨૧–૨૨ની આબકારી નીતિ લાગુ કરી હતી. નવી નીતિ હેઠળ સરકાર દાના વ્યવસાયમાંથી બહાર આવી અને આખી દુકાનો ખાનગી હાથમાં ગઈ હતી. દિલ્હી સરકારે દાવો કર્યેા હતો કે નવી દા નીતિ માફિયા શાસનનો અતં લાવશે અને સરકારી આવકમાં વધારો કરશે. જોકે, આ નીતિ શઆતથી જ વિવાદમાં હતી અને યારે હોબાળો વધ્યો, ત્યારે સરકારે ૨૮ જુલાઈ ૨૦૨૨ના રોજ તેને રદ કરી દીધી હતી. દિલ્હીના તત્કાલીન મુખ્ય સચિવ નરેશ કુમારના અહેવાલ દ્રારા ૮ જુલાઈ ૨૦૨૨ના રોજ કથિત દા કૌભાંડનો ખુલાસો થયો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application