ગાંધીનગરના મોક્ષ મંદિરમાં વિદ્યુત અને ગેસ આધારિત સ્મશાન કાર્યરત

  • August 19, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરિયાઇ ખાડીમાં વિજ થાંભલા પડી ગયા પછી થાંભલા ઉભા કરી વિજ પૂરવઠો કાર્યરત થતાં સાર્વજનિક સુવિધા પુન: પ્રાપ્ય બની

જામનગરના ગાંધીનગર સ્થિત હિન્દુ સાર્વજનિક સ્મશાન મોક્ષ મંદિરમાં વિદ્યુત અને ગેસ આધારીત બન્ને સ્મશાન ભઠ્ઠી ફરી કાર્યરત થઇ ચૂકી છે.
જામનગર પંથકમાં વાવાઝોડા તથા અતિભારે વરસાદના કારણે ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન માટે ફરિયાદ ખાડીમાં ઉભી કરાવેલી વિજલાઇન અને તેના થાંભલા પડી જતાં આ સ્મશાનમાં વિજ પૂરવઠો સંપૂર્ણ ખોરવાઇ ગયો હતો.
એ પછી મહાપાલિકાના સહકારથી હંગામી માર્ગ ઉભો કરાતા વિજ કંપની દ્વારા ત્વરીત નવા વિજ થાંભલા ઉભા કરીને સ્મશાન માટેની વીજલાઇન પૂર્વવત કરી આપતા આ સ્મશાનમાં વિદ્યુત તેમજ ગેસ આધારીત બન્ને ભઠ્ઠીઓમાં અગ્નિ સંસકાર કરવાની સવલત પુન: શરુ થઇ હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયું છે. ગાંધીનગર મોક્ષ મંદિર સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ વ્યવસ્થાની પુછપરછ તેમજ અંતિમ યાત્રા બસ માટે સંસ્થાના મો. ૮૭૩૩૯ ૩૯૩૯૦ પર સંપર્ક સાધવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application