રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે સોમવારે સવારે ખુલતી બજારે થયેલી હરાજીમાં 35000 મણ મગફળી અને 20,000 મણ કપાસની આવક થઇ હતી. જો કે છેલ્લા બે દિવસથી સતત વરસાદી હવામાનને કારણે આજે પલળેલો અને ભેજયુક્ત જથ્થો વધુ આવ્યો હતો.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મગફળીમાં 35000 હજાર ગુણીની આવક સામે ગુણવત્તા અનુસાર ભાવ સરેરાશ રૂ.850થી 1180 સુધી રહ્યા હતા, અમુક ટોપ ક્વોલિટીમાં 1200થી 1400ના ભાવે પણ સોદા પડ્યા હતા. જ્યારે કપાસમાં 20,000 મણની આવક સામે પ્રતિ 20 કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.1300થી 1400 સુધી રહ્યો હતો, જ્યારે અમુક ટોપ ક્વોલિટીમાં 1400થી 1600 સુધીના ભાવે સોદા પડ્યા હતા.
જ્યારે ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં સોયાબિનનું વાવેતર વધુ થયું હોય અને ઉત્પાદન પણ સારૂ આવ્યું હોય નવી સિઝનની પ્રારંભથી જ સોયાબિનની ધૂમ આવક થઈ રહી છે, આજે રાજકોટ યાર્ડમાં 10 હજાર મણ સોયાબીનની આવક થઇ હતી.
હજુ વરસાદની આગાહી હોય યાર્ડમાં પ્લેટફોર્મમાં સમાય તેટલી મર્યિદિત આવકને એન્ટ્રી અપાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ક્રિકેટ મેચ નહીં, થ્રિલર મૂવી, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું
April 17, 2025 12:32 AMનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMપોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ, 9 લાખના રોકાણ પર મળશે 16,650 રૂપિયા
April 16, 2025 07:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech