રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોક કોર્નર ઉપર આવેલ મોહિની સીઝન સ્ટોર્સમાં મહાપાલિકાની ફડ શાખાએ ચેકિંગ કરતા એકસપાયરી ડેઇટ વિતાવી ચુકેલી સરબત અને સરબત બનાવવાના સિરપની ૪૫૮ બોટલનો નાશ કરવામાં આવ્યો હતો.
વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે તેઓ ફડ સેટી ઓફિસર કે.એમ.રાઠોડ, ફડ સેટી ઓફિસર કે.જે.સરવૈયા સહિતના ફડ સ્ટાફ સાથે સર્વેલન્સ ચેકિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન શિવમ બિલ્ડીંગ, સરદારનગર વેસ્ટ શેરી નં–૪, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ નરેશભાઇ લીલારામ ભંભલાણીની માલિકી પેઢી મોહિની સીઝન સ્ટોર્સની સ્થળ તપાસ કરવામાં આવી હતી, આ પેઢીમાં વિવિધ પ્રકારની ચીકી, વિવિધ લેવરના સરબત તથા સીરપ વગેરેનું ઉત્પાદન કરી અન્ય વેપારીને હોલસેલ વેચાણ કરતાં હોવાનું માલૂમ પડું હતું, તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલ વિવિધ લેવરના સરબત, સીરપ(૭૫૦ એમએલ)ની બોટલ નગં કુલ ૪૫૮ ચકાસતા આ તમામ બોટલનો જથ્થો એકપાયરી ડેઇટ વિતાવી ચુકેલો હોવાનું માલુમ પડું હતું. દરમિયાન, બોટલ ઉપર લગાવેલું એકપાયરી ડેઇટ વિતાવેલું હોય તેવું લેબલ દૂર કરી લેબલમાં છેડછાડ કરતાં હોવાનું પેઢીના માલિક સ્વીકાયુ હતું તેમ જણાવી વધુમાં ચીફ હેલ્થ ઓફિસરએ ઉમેયુ હતું કે ઉપરોકત તમામ કુલ મળીને આશરે ૩૪૩ લીટર સરબત– સીરપના બોટલમાં ભરેલા જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ સ્થળ ઉપરથી ઓરેન્જ લેવર સીરપ તથા કાળા તલની ચીકીના નમૂના લેવામાં આવ્યા હતા.
આવું સરબત પીવાથી ગળું પકડાઇ, અવાજ બેસી જાય અને ઝાડા–ઊલટી થાય: ડો.જયેશ વકાણી
રાજકોટ મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીએ વિશેષમાં ઉમેયુ હતું કે આ પ્રકારના સિરપ અને સરબતનો લોકો પ્રસંગોમાં તેમજ ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત કરવા માટે ઉપયોગ કરતા હોય છે પરંતુ આવું એકસપાયરી ડેઇટ વિતાવેલું સરબત પીધા પછી તુરતં જ થ્રોટલ ઇન્ફેકશન થાય છે મતલબ કે ગળું પકડાઇ જવું, અવાજ બેસી જવો જેવી તકલીફ થાય છે. તદ્દઉપરાંત એકસપાયરી ડેઇટ વિતાવી ચુકેલી બોટલમાં બેકટેરિયલ ગ્રોથ શ થઇ ગયો હોય છે આથી આવું બેકટેરિયલ ગ્રોથયુકત સરબત પીવાથી પેટ અને આંતરડાંમાં ઇન્ફેકશન લાગે છે જેથી ઝાડા ઉલટી થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech