ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આજે તેનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. શમી 2023 ODI વર્લ્ડ કપ બાદથી મેદાન પર પરત ફરી શક્યો નથી. ઈજાના કારણે શમીએ ODI વર્લ્ડ કપ બાદ સર્જરી કરાવી હતી અને હવે તે પુનરાગમન કરવા માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં સખત મહેનત કરી રહ્યો છે. શમીના કેટલાક એવા રેકોર્ડ છે જે અત્યાર સુધી કોઈ અન્ય ભારતીય બોલર હાંસલ તોડી શક્યો નથી.
વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ
મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. શમીએ 2023 ODI વર્લ્ડ કપમાં ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી હતી. શમીએ ભારત માટે 18 વર્લ્ડ કપ મેચ રમીને 55 વિકેટ લીધી છે. તે 2023 ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. શમીએ માત્ર 7 મેચમાં 24 વિકેટ લીધી હતી.
શમીએ 2015 ODI વર્લ્ડ કપમાં ભારત માટે 17 વિકેટ લીધી હતી. આ પછી તેણે 2019 ODI વર્લ્ડ કપમાં 14 વિકેટ લીધી. ત્યારબાદ 2023 ODI વર્લ્ડ કપમાં તેણે 24 વિકેટ લીધી હતી. ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી સેમીફાઈનલમાં ભારતીય ફાસ્ટ બોલરે 7 વિકેટ ઝડપી હતી.
શમીએ 2019 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં હેટ્રિક લીધી હતી. ODI વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર તે માત્ર બીજો ભારતીય ઝડપી બોલર બન્યો.
અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ઉલ્લેખનીય છે કે શમી એક એવો બોલર છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. અત્યાર સુધી તે 64 ટેસ્ટ, 101 વનડે અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટની 122 ઇનિંગ્સમાં તેણે 27.71ની એવરેજથી 229 વિકેટ લીધી છે. આ સિવાય શમીએ ODIની 100 ઇનિંગ્સમાં 23.68ની એવરેજથી 195 વિકેટ પોતાના નામે કરી છે. તેણે બાકીની T20 ઇન્ટરનેશનલની 23 ઇનિંગ્સમાં 24 વિકેટ લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech