તા. બીજી મેના રોજ પ્રદર્શન મેદાન ખાતે સભાને સંબોધન કરશે: ક્ષત્રિય સમાજ દ્વારા સભામાં વિરોધ ન થાય તેની તકેદારી રાખવી પોલીસ અને સુરક્ષા તંત્ર માટે ચેલેન્જ બની રહેશે: તારણહાર આવી રહ્યા હોવાના અહેવાલથી ભાજપમાં ખુશીનો માહોલ
લોકસભાની ચૂંટણીના મહાસંગ્રામમાં આખરે ભાજપના સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી મેના રોજ જામનગર આવી રહ્યાનું જાણવા મળ્યું છે, એમના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત હજુ થઇ નથી, સ્વાભાવિક રીતે અહીંના પ્રદર્શન મેદાન ખાતે હરહંમેશની જેમ વડાપ્રધાન સંબોધન કરશે, જો એમના કાર્યક્રમમાં કોઇ ફેરફાર ન થાય તો મતદાનના પાંચ દિવસ પહેલા નરેન્દ્રભાઇ મોદીનો જામનગરનો ફેરો વાસ્તવમાં વાતાવરણ માટે ટર્નીંગ પોઇન્ટ સમાન બની જશે એવું રાજકીય વિશ્ર્લેષકો જોઇ રહ્યા છે.
1ર-જામનગર લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન ક્યારે આવશે ? તેનો જે ઇન્તેજાર હતો, તેનો ગઇસાંજે અંત આવ્યો હતો અને વડાપ્રધાન આવી રહ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે, જો કે સુરક્ષાના કારણોને લઇને નરેન્દ્રભાઇ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ મોડો જાહેર થશે, તેઓ ગુજરાતમાં બે વખત આવવાના છે, જેમાં તા. બીજીના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન જામનગર, રાજકોટ સહિતની 10 બેઠકો માટે સભાને સંબોધન કરશે, તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
ક્ષત્રિય સમાજના વિરોધના કારણે સૌરાષ્ટ્રમાં હાલ જે સ્થિતિ છે અને આ કારણે પાંચ લાખની લીડને લઇને ભાજપ બેકફૂટ પર હોવાનું દેખાય રહ્યું છે, ઠેકઠેકાણે વિરોધ થઇ રહ્યા છે, આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા દરમ્યાન પણ શું ક્ષત્રિય સમાજ યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવે છે કે કેમ ? અને આ વિરોધ ન થાય એ બાબત પણ સુરક્ષા તંત્ર તથા પોલીસ તંત્ર માટે પડકાર સમાન બની રહેશે.
સીધી વાત છે કે, જ્યારે પણ નરેન્દ્રભાઇની સભાનું આયોજન થાય છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો પ્રદર્શન મેદાન ખાતે આવે છે, આવા સંજોગોમાં જ ક્ષત્રિય સમાજને ઓળખીને અલગ તારવવા અશક્ય બની રહેશે, જો કે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાને નજર સમક્ષ રાખીએ તો વિરોધના કોઇ કાર્યક્રમો સફળ થઇ શકશે નહીં એવું માની શકાય.
ગઇકાલે જે ઓપચારિક કાર્યક્રમ જાહેર થયો, જેમાં તા. બીજીના રોજ વડાપ્રધાન સાંજે સભાને સંબોધન કરવાના છે અને એમનું આગમન ભાજપ માટે ઇંધણ સમાન બની રહેશે, બળ પૂરનાં સાબિત થશે, કારણ કે દરેક વખતે જોવામાં આવ્યું છે કે જ્યારે પણ સ્થિતિ નબળી હોય, ભાજપને જર હોય એવા સમયે નરેન્દ્રભાઇ મોદી આવ્યા છે અને એમણે દરેક વખતે ચિત્રને બદલી નાંખ્યું છે. આ વખતે વડાપ્રધાનની સભાનો એટલા માટે જ બધાને ઇન્તેજાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech