મોદી કાલે મહાકુંભમાં સ્નાન કરશે

  • February 04, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પીએમ મોદી આવતીકાલે ૫ ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાત લેશે અને મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે. વડાપ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૫ ફેબ્રુઆરીએ સવારે લગભગ ૧૦ વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. તેઓ પ્રયાગરાજ એરપોર્ટથી ડીપીએસ હેલિપેડ પહોંચશે, યાંથી તેઓ ૧૦.૪૫ વાગ્યે અરિયલ ઘાટ જશે. તેઓ અરિયલ ઘાટ પર બોટ દ્રારા મહાકુંભ પહોંચશે અને પવિત્ર સ્નાન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૫ ફેબ્રુઆરીએ આવતી કાલે પ્રયાગરાજની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે યોગી સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.પીએમ મોદી સવારે ૧૦ વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. અને તેઓ સવારે ૧૧ વાગ્યે પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મહાકુંભ મેળામાં સવારે ૧૧ થી ૧૧.૩૦ વાગ્યાનો સમય પ્રધાનમંત્રી માટે અનામત રાખવામાં આવ્યો છે. પવિત્ર સ્નાન પછી, પીએમ મોદી ૧૧.૪૫ વાગ્યે બોટ દ્રારા અરિયલ ઘાટ પરત ફરશે. અહીંથી તેઓ ડીપીએસ હેલિપેડ થઈને પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી બપોરે ૧૨.૩૦ વાગ્યે વાયુસેનાના વિમાન દ્રારા પ્રયાગરાજથી પરત ફરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application