મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ૯ કે ૧૦ જૂને શપથ લે તેવી સંભાવનાં

  • May 30, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો બાદ જો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સતત ત્રીજી વખત ચૂંટણી જીતે , તો વડાપ્રધાન મોદી ૯ જૂને શપથ લઈ શકે છે તેવો દાવો હિન્દુસ્તાન ટાઈમ્સે કર્યેા છે. આ અહેવાલ અનુસાર, આ બાબતથી પરિચિત બે લોકોએ આ વાતની પુષ્ટ્રિ કરી છે. તેમનું કહેવું છે કે આ સંભવિત સમારોહ માટે કામચલાઉ પ્લાન ગયા મહિને તૈયાર કરવામાં આવ્યો હતો. સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન ૧ જૂને છે. આ પછી ૪ જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.
૨૦૧૪માં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે ૨૬ મે એટલે કે સોમવારે શપથ લીધા હતા. તે વર્ષે પરિણામ ૧૬ મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ માં, એનડીએ સરકારે ૩૦ મે (ગુવારે) શપથ લીધા હતા. તે વર્ષે પરિણામ ૨૩ મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

અગાઉ બંને પ્રસંગે સરકારનો શપથ સમારોહ રાષ્ટ્ર્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયો હતો, પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ વખતે ભાજપ શપથ સમારોહ માટે બહારની જગ્યા શોધવાનો પ્રયાસ કરી રહી છે, યાં મોટી સંખ્યામાં મહેમાનો બેસી શકે. આ માટે એક સંભવિત વિકલ્પ કર્તવ્ય પથ છે, જે સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટનું કેન્દ્રબિંદુ છે. હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા અનુસાર, બે અધિકારીઓમાંથી એકે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું, આ વિચાર શપથ ગ્રહણ દરમિયાન એક પૃભૂમિ રાખવાનો છે જે ભવિષ્ય માટે સરકારની સિદ્ધિઓ અને વિઝનને દર્શાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત ત્રીજા શપથ ગ્રહણ સમારોહની ચર્ચા સોમવારે શ થઈ યારે મહારાષ્ટ્ર્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રાષ્ટ્ર્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ની કાર્યકારી બેઠકમાં કહ્યું કે પાર્ટી ૧૦ જૂને તેનો સ્થાપના દિવસ ઉજવી શકશે નહીં. કારણ કે તે શપથ ગ્રહણ સમારોહમાં વ્યસ્ત હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારની માહિતી અને પ્રસારણ શાખામાં ૨૪ મેના રોજ સંભવિત શપથ ગ્રહણ સમારોહની રીતભાત પર એક બેઠક યોજાઈ હતી અને તેમાં જાહેર પ્રસારણકર્તા ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના અધિકારીઓએ પણ હાજરી આપી હતી. બેઠકમાં, અધિકારીઓને ૨૦૧૯ માં ૮,૦૦૦ થી વધુ મુલાકાતીઓ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ઇવેન્ટનું જીવતં પ્રસારણ કરવા માટે લગભગ ૧૦૦ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. અમને ૪ જૂન પછી ૪–૫ દિવસ શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન, પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્રિવેદીએ જણાવ્યું હતું કે, માનક પ્રોટોકોલ મુજબ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મોદીએ ૧૩ અને ૧૪ જૂને ઈટાલીમાં યોજાનારી –૭ બેઠકમાં ભાગ લેવાનું આમંત્રણ સ્વીકારી લીધું છે. આવી સ્થિતિમાં, જો એનડીએ જીતે છે તો ૧૦ જૂને શપથ ગ્રહણ થવાની સંભાવના વધુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application