કલેકટર પોલીસ સહિતના જુદા જુદા તત્રં દ્રારા છેલ્લા કેટલાક સમયથી જેની તડામાર તૈયારીઓ થઈ રહી હતી તે ઘડી આવી પહોંચી છે.આજ રાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાઠીયાવાડનો બે દિવસનો પ્રવાસ જામનગરથી શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે દિલ્હીથી સાંજે ૦૭:૨૦ વાગ્યે નીકળીને રાત્રે ૮ –૧૦ કલાકે જામનગર એરપોર્ટ પર આવી પહોંચશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્રારા જામનગર એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કર્યા બાદ દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધી રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર ખાતે સર્કિટ હાઉસમાં વડાપ્રધાન નાઈટ હોલ્ટ કરવાના હોવાથી લાલ બંગલા સ્થિત તમામ સરકારી સંકુલો મહાનગરપાલિકા કચેરી કોર્ટ પરિસર પીજીવીસીએલ ઓફિસ જિલ્લા પંચાયત હોમગાર્ડ કચેરી સહિતના સંકુલોમાં ભવ્ય રોશની કરવામાં આવી છે.
સર્કિટ હાઉસમાં આજે વડાપ્રધાન ભોજન લેશે અને બીજા દિવસે સવારે પણ સર્કિટ હાઉસમાં નાસ્તો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતનો કાફલો રવિવારે સવારે ૬–૪૫ વાગે જામનગર એરપોર્ટથી જવા નીકળશે અને ૭ –૩૫ વાગ્યે બેટ દ્રારકા ખાતેના હેલીપેડ પહોંચશે. દ્રારકા પહોંચતાની સાથે જ વડાપ્રધાન બેટ દ્રારકાના મંદિરમાં પૂજન અર્ચન અને દર્શનનો લાભ લેશે અને બાદમાં ૮– ૨૦ વાગ્યે કાર્યક્રમના સ્થળે પહોંચશે. ૮:૨૫ વાગ્યે વડાપ્રધાન સુદર્શન સેતુ અને વ્યુઈગ ગેલેરીનું ઉધ્ઘાટન કરશે. આ કાર્યક્રમ પૂરો કર્યેા કર્યા પછી વડાપ્રધાન બેટ દ્રારકાના હેલીપેડ પર આવશે અને અહીંથી દ્રારકા જવા નીકળશે. દ્રારિકાધીશના પૂજન અર્ચન અને દર્શનનો લાભ લીધા પછી બપોરે ૧:૦૦ વાગ્યે જુદા જુદા પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવશે. ત્યાર પછી બપોરે ૨:૦૦ વાગે જાહેર સભાને સંબોધન કરશે. આ કાર્યક્રમ પૂરો કર્યા પછી વડાપ્રધાન બપોરે ૨:૧૫ વાગે દ્રારકા હેલીપેડથી રાજકોટ આવવા નીકળશે અને બપોરે ૩–૨૦ વાગ્યે એઇમ્સ ખાતે બનાવવામાં આવેલા હેલીપેડમાં વડાપ્રધાનનું આગમન થશે.
રાજકોટ પહોંચ્યા પછી વડાપ્રધાન એઇમ્સ ખાતે રાજકોટ સહિત દેશની અન્ય પાંચ એઈમ્સનું લોકાર્પણ કરશે અને આ કાર્યક્રમ પૂરો કરીને જૂના એરપોર્ટમાં બપોરે ૪:૨૦ વાગ્યે હેલિકોપ્ટરમાં આવશે. એરપોર્ટ થી રેસકોર્સ મેદાનમાં સુધીનો વડાપ્રધાનનો રોડ શો યોજવામાં આવશે. અને ત્યાંથી વડાપ્રધાન સીધા સભાના સ્થળે પહોંચી જશે. સાંજે ૪:૪૫ વાગ્યે વડાપ્રધાન સભાને સંબોધશે અને અંદાજે પિયા ૪૮ હજાર કરોડથી વધુ રકમના ગુજરાત સહિત સમગ્ર દેશના જુદા જુદા પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવશે. સભાનો કાર્યક્રમ પૂરો થયા પછી વડાપ્રધાન જુના એરપોર્ટ પરત ફરશે અને ત્યાંથી હેલિકોપ્ટરમાં સાંજે ૬:૦૦ વાગે નવા એરપોર્ટ જવા નીકળશે માત્ર ૨૦ મિનિટમાં નવા એરપોર્ટ પહોંચી ગયા બાદ વડાપ્રધાન સાંજે ૬:૨૫ વાગ્યે નવા એરપોર્ટથી દિલ્હી જવા નીકળશે અને રાત્રે આઠ વાગ્યે દિલ્હી પહોંચશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech