મોદી આજે સરકાર રચવા દાવો કરી શકે

  • June 07, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) દ્રારા આજે સંસદના સેન્ટ્રલ હોલમાં તેના નવા ચૂંટાયેલા સાંસદોની યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં મહાગઠબંધન દ્રારા સરકાર રચવા પર ચર્ચા થશે. પહેલા નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પોતપોતાના સાંસદો સાથે મુલાકાત કરશે ત્યારબાદઆ બંને પોતાની પાર્ટીના સાંસદો સાથે એનડીએ સંસદીય દળની બેઠકમાં ભાગ લેશે.




આ પહેલા બુધવારે એનડીએમાં સામેલ પક્ષોના નેતાઓએ બેઠક કરી હતી અને સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસદં કર્યા હતા. પીએમ મોદીએ બાદમાં કહ્યું કે એનડીએ વિકસિત ભારતના નિર્માણની દિશામાં કામ કરશે.બુધવારની બેઠકમાં જ સાથી પક્ષોને કહેવામાં આવ્યું હતું કે કેબિનેટ વિભાજન અંગે એક ફોમ્ર્યુલા તૈયાર કરવામાં આવશે જેના પર સહમતિ સાધવામાં આવશે.



 
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યોજના કોઈપણ નંબરની ફોમ્ર્યુલાને બદલે તમામ સહયોગીઓને ન્યાયી પ્રતિનિધિત્વ આપવાની છે.
આવી સ્થિતિમાં, પાંચ સભ્યો સુધીની પાર્ટીને એક મંત્રી પદ આપવામાં આવી શકે છે અને જેડીયુ અને ટીડીપી તેનાથી વધુ સંખ્યા ધરાવતા ત્રણ–ત્રણ મંત્રી પદ આપી શકે છે. જો કે, એવી અટકળો ચાલી રહી હતી કે આ પક્ષોએ ચાર મંત્રી પદની માંગણી કરી છે અને ટીડીપીએ પણ લોકસભા અધ્યક્ષ પદની માંગણી કરી છે. બંને પક્ષોમાંથી કોઈએ પણ આ માંગણીઓ ઔપચારિક રીતે જણાવી નથી.



ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પક્ષો દ્રારા હજુ સુધી કોઈ માંગણી કરવામાં આવી નથી. શપથ ગ્રહણ સમારોહને લઈને ગઈકાલે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને એક લાંબી બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા. આ બેઠકમાં તૈયારીઓની સાથે ચૂંટણીની સમીક્ષા પણ થઈ હતી


ભાજપ ઢીલો પડો: સાથી પક્ષોની માગણીઓનું સન્માન કરાશે
ભાજપને પોતાની મેળે બહત્પમતિ ન મળી એટલે સાથી પક્ષોનો ટેકો લેવાની મજબૂરી સરકાર રચતા પહેલા જ દેખાવા માંડી છે. એનડીએના ઘટકપક્ષોએ ભાજપને ન ફાવે તેવી માગણીઓ મુકવા માંડી છે. જેમાં અિવીર યોજનાની સમિક્ષા, સીએએ વગેરે કાયદાઓની સમિક્ષા, બિહાર અને આંધ્રપ્રદેશ રાયોને વિશેષ દરો, કેબિનેટમાં ટીડીપી અને જેડીયુને વધુ સ્થાન વગેરે માગણીઓ મુકાઈ રહી છે. આજે એનડીએની બેઠક પહેલા જ ભાજપે સાથી પક્ષોને મનાવવા માટે જાહેરાત કરી હતી કે, તમામ સાથી પક્ષોની માગણીઓનું સન્માન કરાશે


મોદી કેબિનેટમાં યુપીનો દરજજો ઘટવાની સંભાવના
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે દિલ્હીમાં યોજાનારી ની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આગામી કેન્દ્ર સરકાર મહત્વની બની રહી છે. આ સાથે આ બેઠક ઉત્તર પ્રદેશ માટે પણ મહત્વની રહેશે. સાથી પક્ષો સરકારમાં મહત્વપૂર્ણ મંત્રાલયોની માંગ કરી રહ્યા છે. યારે યુપીમાં એનડીએના સાથીઓ માંથી જનતાએ અપના દળની અનુપ્રિયા પટેલને જ ચૂંટીને સંસદમાં મોકલી છે. એટલું જ નહીં યુપીમાં ભાજપના પ્રદર્શનને જોતા કેન્દ્ર સરકારમાં ઉત્તર પ્રદેશનો દરો ઘટી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application