વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે છે આ પ્રવાસ દરમિયાન તેઓ વડોદરા અને અમરેલી ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ શહેરના હરણી ખાતે આવેલ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ.ના મેઈડીન ઈન્ડિયા એરબસ સી–૨૯૫ એરક્રાફટ નિર્માણના ફાઈનલ એસેમ્બ્લી લાઈન પ્લાન્ટનું ઉધ્ઘાટન કયુ હતંુ. તે પૂર્વે હરણી એરપોર્ટથી ન્યૂ વીઆઈપી રોડ ખાતે આવેલા ટાટા એરબસ પ્લાન્ટ સુધી નરેન્દ્ર મોદીનો રોડ શોનુ યોજવામાં આવ્યો હતો અને તેમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. બન્ને દેશના પ્રધાનમંત્રી લમી વિલાસ પેલેસ ખાતે પહોંચી અને ભારત અને સ્પેન વચ્ચે વિવિધ એમ.ઓ. યુ. પર હસ્તાક્ષર કર્યા હતા.દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ત્યાર બાદ અમરેલી જવા રવાના થયા હતા અને અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક નિર્માણ પામેલા ભારત માતા સરોવરનું તેમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બપોરે ૩ વાગ્યા આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઠી ખાતે જંગી જાહેર જનસભાને સંબોધન કયુ હતું. આ સાથે સૌરાષ્ટ્ર્ર–કચ્છને સંલ પિયા. ૪૮૦૦ કરોડના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહર્ત પણ કર્યુ હતુ.
લાઠીમાં ભારત માતા સરોવર ખાતે લોકાર્પણ પ્રસંગના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ લાઠીનાં ચાવડં રોડ પર જંગી જાહેર જનસભાને સંબોધન કયુ હતું. આ તકે પ્રધાનમંત્રી દ્રારા કેન્દ્ર અને રાય સરકારના વિવિધ વિકાસ કાર્યેાના ખાતમુહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયને જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળી છે. અંદાજે રુપિયા.4800 કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાના 1600 જેટલાં પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. જાહેરસભા બાદ તેઓ ભારતમાતા સરોવર ખાતે ગયા હતા. ત્યાંથી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી.
સી295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે. એરક્રાફ્ટ ફેસિલિટી એસેમ્બલી ફેસિલિટી ભારતને આત્મનિર્ભર બનાવશે. 24 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 56 સી295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કયર્િ હતા. આ કરાર અનુસાર, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિમર્ણિ અને વિતરણ કરશે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકેભારતીય વાયુસેનાને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલા 6 એરક્રાફ્ટ એરફોર્સને સોંપી દેવામાં આવ્યા છે. ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા વડોદરા ખાતે ફાઇનલ એસેમ્બલી લાઇન સુવિધાની સ્થાપ્ના, જે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે, તે ડિફેન્સ પ્રોડક્શનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. આ ફેસિલિટી ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન હશે. ઉપરાંત, પ્રોડક્શન, એસેમ્બલી અને પરીક્ષણ માટે જરૂરી સહાયક વ્યવસ્થા હશે. વડોદરા ખાતેની ફેસિલિટીને અદ્યતન એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં વૈશ્વિક શ્રેષ્ઠ ઔદ્યોગિક પદ્ધતિઓ અને પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીની અમરેલીની મુલાકાતને લઈને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને એસપીજી દ્વારા જાહેર સભા સ્થળ વિસ્તારથી લઈને પ્રધાનમંત્રીના મુલાકાતના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું અને આઇજી, ડીઆઈજી, એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ સભા સૃથળ સહિતના વિસ્તારોમાં જરૃરી વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેર સભા સ્થળ પર ચાર ડોમમાં લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લા ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથથી આવનાર લોકોની સેક્શન વાઈઝ વિભાગો ગોઠવીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.હાલ ગરમીનું પ્રમાણ અને બપોરના સમયે કાર્યક્રમ હોવાને કારણે કૂલર સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પીએમના કાર્યક્રમમાં અન્ય જિલ્લાઓમાંથી પણ લોકોને લાવવા એસ.ટી. બસો સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈને ભાજપ્ના નેતાઓ અને કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.
અમરેલી જિલ્લ ામાં લાઠી નજીક પીપીપી ધોરણે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રૂપિયા.35 કરોડના ખર્ચે ગાગડીયો નદી પુન: જીવિત કરવા બનાવવામાં આવેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ખાતા હસ્તકના 4.50 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ ધરાવતા ચેકડેમને ઉંડો કરવાની કામગીરી ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વધુમાં ચેકડેમની બંને બાજુએ માટીથી મજબૂતાઇ કરવામાં આવી છે, આથી ચેકડેમની પાણીની સંગ્રહ શક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે.
અમરેલી જિલ્લ ામાં લાઠી તાલુકાના દુધાળા ગામે ભારત માતા સરોવરના ઉદ્ઘાટનની સાથે કરોડો રુપિયાના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રીના આગમનને લઈ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ જિલ્લા વહીવટી તંત્રની સાથે પોલીસ તંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રધાનમંત્રીના આગમનથી લઈને જે-જે સ્થળે જવાના છે તે તમામ સ્થળોનું નિરીક્ષણ ગઈકાલે જ કરવામાં આવયુ હતુ. પ્રધાનમંત્રીની સુરક્ષામાં રેન્જ આઈજી સહિત 8 એસ.પી., 18 ડીવાયએસપી, 40 પીઆઈ, 100 પીએસઆઈ અને 2000 જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આમ, પ્રધાનમંત્રીના આગમનને લઈ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
લક્ષ્મી વિલાસ પેલેસમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ
વડોદરામાં સી -295 વિમાન ઉત્પાદન માટેનું ટાટા એરક્રાફ્ટ સંકુલ ભારતમાં લશ્કરી વિમાન માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ એસેમ્બલી લાઇન છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન સંકુલનું ઉદઘાટન કર્યા પછી, પીએમ મોદી અને સાંચેઝે ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસમાં બપોરના ભોજન પર દ્વિપક્ષીય બેઠક કરી હતી.
સ્પેનના વડાપ્રધાનને ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસાઈ
પેડ્રો સાન્સેઝ અને તેમના પત્નીને શાહી ભોજનમાં ખાસ કરીને ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવ્યું હતું. ભોજનમાં સ્ટાર્ટરમાં મિક્સ ફ્રુટ સલાડ, વેજ સલાડ, સ્પાઈસી કર્ડ (મસાલા દહીં)જેવી વાનગીઓ મેઇન કોર્સમાં ઢોકળા, હાંડવી, ભજીયા, કચોરી, પુરી-રોટલી, ખીચડી-કઢી, રિંગણ-વટાણનું શાક, ટીંડોળા-કાજુનુ શાક, ભીંડીના રવૈયા, છાસ અને વિવિધ પ્રકારની ચટણીઓ હતી. મીઠાઈમાં મગનીદાળનો હલવો, પુરણપોળી, બાસુંદી, રબડી પીરસવામાં આવ્યાં હતા.
અમિત શાહ તા.31ની બે દિવસ ગુજરાતનાપ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથોસાથ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતના પ્રવાસે છે આ દિવસો દરમિયાન અમદાવાદ તેમજ સાળંગપુર ખાતે કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે બેસતા વર્ષની સવારે તેઓ જગન્નાથ મંદિરે મંગળા આરતી કરશે. હાલ નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ 30 ઓક્ટોબરે રાત્રે જ તેઓ અમદાવાદ આવી પહોંચશે 31મી સરદાર પટેલ જયંતિ તથા દિવાળીના દિવસે સાળંગપુર હનુમાન મંદિરની મુલાકાત લઈ અને પૂજા અર્ચન કરશે. સાળંગપુર ખાતે રુપિયા 200 કરોડના ખર્ચે વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સંસ્થાના 1100 રૂમ યાત્રિક ભવનનું ઉદ્ઘાટન કરશે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન લોકાર્પણ અમિતભાઈ શાહ તેમજ વડતાલ ગાદીના આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્તે થશે આ યાત્રિક નિવાસમાં 500 એ.સી અને 300 નોન એસી રૂમ 10 હાઈ સ્પીડ એલિવેટર્સ ની સુવિધા સાથે સજ્જ છે. 1 લી નવેમ્બરે દિવાળી પછીના દિવસે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી એ એમ સીના વેસ્ટ ટુ એનજીર્ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે શુક્રવારે સવારે 8:00 વાગે ગ્યાસપુર ખાતે એમ એસ ડબલ્યુ માંથી વીજળી પેદા કરવાના જિદાલ વેસ્ટ ટુ એનજીર્ પ્લાન્ટ નું લોકાર્પણ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech