મોદી–શાહ ગુજરાતમાં: ૫૭૦૦૦ કરોડના વિકાસ કાર્યેાની ભેટ

  • February 22, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ આજે ગુજરાતના મહેમાન બન્યા છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી ખાસ વિમાનમાં અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા જ મોદી સ્ટેડિયમ ખાતે પશુપાલકો અને ખેડૂતોના યોજાયેલા મહાસંમેલનમાં પહોંચી ગયા હતા. ગુજરાત કો–ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમુલ દ્રારા આયોજિત સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આજે મોદી સ્ટેડિયમ માં ખેડૂતો અને પશુપાલકો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં એકાદ લાખથી વધુ મેદની ઉમટી પડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ પહોંચ્યા પછી સીધાજ ત્યાંથી મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા હતા અને અહીં ઉપસ્થિત ખેડૂતો પશુપાલકોને સંબોધન કયુ હતું. અમદાવાદ એરપોર્ટ પર રાયપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસવડા વિકાસ સહાય સહિતનાઓએ સ્વાગત કયુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના દિવસ દરમિયાનના કાર્યક્રમોમાં અમદાવાદ મહેસાણા અને નવસારી જિલ્લામાં ઉપસ્થિત રહેશે. ઉત્તર ગુજરાતમાં ૧૩,૦૦૦ કરોડ દક્ષિણ ગુજરાતમાં ૪૪ હજાર કરોડ ના વિકાસ કામોનું ખાતમુહત્પર્ત લોકાર્પણ કયુ હતું.
અમદાવાદનો કાર્યક્રમ પૂરો કર્યા પછી વડાપ્રધાન બપોરે ૧:૦૦ વાગે મહેસાણા જિલ્લાના વાળીનાથ મંદિર ખાતેના પ્રાણ પ્રતિા મહોત્સવના કાર્યક્રમમાં જવા નીકળ્યા હતા. બપોરે ચાર વાગ્યે નવસારીમાં વડાપ્રધાનના હસ્તે ૪૪ હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહત્પર્ત કરવામાં આવશે. સાંજે ૬:૧૫ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાકરાપાર પાવર સ્ટેશનની મુલાકાત લેશે અને ૨૨,૫૧૭ કરોડના જુદા જુદા પ્રકલ્પનું લોકાર્પણ કરશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application