ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધા પછી બરડા જંગલ અને સાસણ જંગલની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા.તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે તેઓએ સાસણગીર સ્થિત જંગલ સફારી ખાતે વિશ્ર્વ વન્યજીવ દિવસની ઉજવણી કરી હતી.તેમણે ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો તેમજ ઓપન જીપમાં સવાર થઈને કેમેરાથી સિંહોના ફોટા પણ પાડ્યા હતા. વડાપ્રધાનની આ મુલાકાત પછી સાસણગીર જંગલ સફારીમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે.ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની મુલાકાત પહેલાના ૨૦ દિવસમાં ગીરમાં પ્રવાસીઓની સંખ્યા ૪૯,૬૮૧ હતી, જે તેઓની મુલાકાત પછીના ૨૦ દિવસમાં વધીને ૫૯,૦૦૯ થઈ ગઈ છે, જે પ્રવાસીઓની સંખ્યામાં ૧૮.૮% નો વધારો દર્શાવે છે.
વડાપ્રધાનની ગીર જંગલ સફારીની મુલાકાતના પગલે પોરબંદર જિલ્લામાં સ્થિત બરડા વન્યજીવ અભયારણ્ય, જે એશિયાઇ સિંહોનું બીજું નિવાસસ્થાન કહેવાય છે,તેમાં પણ હવે પ્રવાસીઓનો રસ જાગૃત થયો છે.તેના કારણે, ફેબ્રુઆરી-૨૦૨૫ની સરખામણીએ માર્ચ-૨૦૨૫ માં બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ છે.ફેબ્રુઆરી મહિના દરમિયાન બરડા સફારીની મુલાકાતે ૧૦૮ પ્રવાસીઓ આવ્યા હતા, જેની સામે માર્ચ મહિનામાં ૨૧૫ પ્રવાસીઓએ બરડા સફારીની મુલાકાત લીધી છે.
બરડા વન્યજીવ અભયારણ્ય બન્યું એશિયાઇ સિંહોનું બીજું નિવાસ સ્થાન
અત્યાર સુધી જુનાગઢ સ્થિત ગીર અભયારણ્ય એશિયાઇ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન હતુ.પોરબંદર જિલ્લામાં આવેલું બરડા વન્યજીવ અભયારણ્ય ગીર સંરક્ષિત વિસ્તાર સાથે આવાસસ્થાનો, ભૌગોલિક ક્ષેત્ર અને ભુમિપ્રદેશની દ્રષ્ટિએ ખુબ જ સમાનતા ધરાવે છે.બરડા અભયારણ્ય સિંહ જનીનપુલના સંરક્ષણ માટે ખુબ જ મહત્વનું સ્થળ છે.ઐતિહાસિક રીતે તે સિંહોના નિવાસસ્થાન તરીકે જાણીતુ હતુ.બરડા અભયારણ્યમાં સિંહોનું જુથ છેલ્લે ૧૮૭૯માં જોવા મળ્યું હતુ.પરંતુ, પછીથી આ વિસ્તારમાં સિંહો લુપ્ત થયા હતા.
સિંહોને તેમના ઐતિહાસિક રહેઠાણોમાં પુન:સ્થાપિત કરવા માટે ગુજરાત વન વિભાગે બરડા વન્યજીવ અભયારણ્યમાં આહાર શ્રૃંખલાના પાયાને પુન:સ્થાપિત કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમ ચિતલ અને સાબરના સંવર્ધન અને પુન:સ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સિંહો માટે જરૂરી શિકાર પ્રજાતિઓ છે. આ સંરક્ષણ પ્રયાસોને તા.૧૯.૧.૨૦૨૩ના રોજ મોટી સફળતા મળી, જ્યારે બરડા વન્યજીવ અભયારણ્યમાં એક નર એશિયાઇ સિંહની હિલચાલ નોંધવામાં આવી. સિંહો એક સદી પછી તેમના ઐતિહાસિક નિવાસસ્થાનમાં પાછા ફર્યા.બરડા સ્થિત અભયારણ્યમાં ૮ સિંહોની વસ્તી સ્થાયી થયા પછી તેને સિંહોના સેક્ધડ હોમ એટલે કે બીજા નિવાસસ્થાન તરીકે વિકસિત કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તાજેતરમાં, બરડા વન્યજીવ અભયારણ્યમાં એશિયાઇ સિંહોના કુદરતી ફેલાવા અને સફળ સંવર્ધનને કારણે, બરડા આજે સિંહોના બીજા નિવાસસ્થાન તરીકે ઉભરી આવ્યું છે.આજે બરડા વન્યજીવ અભયારણ્યમાં ૧૭ સિંહો વસવાટ કરે છે, જેમાં ૧ નર, ૫ માદા સિંહ અને ૧૧ બાળસિંહ છે.
ગીરમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગીરના સિંહોના વિસ્તારમાં
(અનુ. છઠ્ઠા પાને)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડના હાથલા સ્થિત શનિ મંદિરે શનિવાર સાથે અમાસનો સંયોગની ધામધૂમપૂર્વક થતી ઉજવણી
March 31, 2025 12:14 PMસલાયા: ચૈત્રી નવરાત્રીની દીપ પ્રાગટ્ય દ્વારા કરાતી વિધિવત શરૂઆત
March 31, 2025 12:06 PMહળવદ : 10 પાડાઓને કતલખાને ધકેલાઈ એ પહેલા બચાવી લેવાયા
March 31, 2025 12:03 PMમલાઈકા કુમાર સંગાકારાને ડેટ કરી રહી હોવાની જોરદાર ચર્ચા
March 31, 2025 12:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech