રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૨માં રૈયારોડ ઉપર હનુમાન મઢી ચોક પાસે રંગનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આવેલી શ્રી રગં ઉપવન સોસાયટીમાં મંદિરની દિવાલે એરટેલ કંપનીના મોબાઇલ ટાવર્સ ઉભા કરવાનું શ કરાતા સોસાયટીના રહીશોમાં હોબાળો મચી ગયો હતો. મોબાઇલ ટાવર નાખવા મામલે ડખ્ખો થતા સોસાયટીના જાગૃત રહીશોએ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરને રજુઆત કરી ત્યારબાદ પણ કામ અટકયું ન હતું જેથી આજે સવારે સોસાયટીના રહીશોનું ટોળું એકત્રિત થઇ યાં મોબાઇલ ટાવર નખાતો હતો ત્યાં ધસી ગયું હતું અને બબાલ થઇ હતી. દરમિયાન સોસાયટીના રહીશોએ વોર્ડ નં.૨ના કોર્પેારેટર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરનો સંપર્ક કરતા ચેરમેન જયમીનભાઇ ઠાકરએ તાત્કાલિક અસરથી કામ રોકાવ્યું હતું અને મંજૂરી મામલે તપાસનો આદેશ કર્યેા હતો.
વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ જિલ્લા કલેકટરને સંબોધીને પાઠવેલા અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરને બ આપેલા પત્રમાં શ્રી રગં ઉપવન કો–ઓપેરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ, હનુમાન મઢી પાસે, રૈયા રોડ, રાજકોટ (રજી. ન.ં ધ–૫૦૭ તા.૯–૧–૧૯૬૨, સર્વે ન.ં રૈયા ૧૪૨૨–એ)ના હોદ્દેદારોએ સોસાયટીના લેટરપેડ ઉપર જણાવ્યું છે કે, અમો રગં ઉપવન સોસાયટીના તથા સાથેના જોડાયેલા વિસ્તારમાં એરટેલ કંપની દ્રારા ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે જે સામે સત્તાવાળાઓ એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન સહિત ધારાસભ્ય તેમજ કોર્પેારેટરને લેખિત રજૂઆત કરેલ છે. અમારા વિસ્તારમાં આ ટાવર સોસાયટીના મંદિરની દિવાલની બાજુમાં જ ઉભા થયેલા છે. તેમજ આ ટાવરના વેવ્સ હાનિકારક હોય મંદિરમાં ઉત્સવમાં તેમજ દર્શનાર્થીઓને તેમજ રહેણાંકના વિસ્તારના લોકોને જીવના જોખમ પ હોય તાત્કાલિક આ કામ અટકાવી દેવા નમ્ર વિનંતી છે.
વધુમાં પત્રમાં ઉમેયુ છે કે, અમે જાણ્યું છે કે આપ સક્ષમ અધિકારી હોઇ આપના દ્રારા ત્વરિત પગલા લેવામાં આવે તેવી વિનંતી છે. તાજેતરમાં જ આવા એક મોબાઈલ ટાવર સુરેન્દ્રનગર જિલ્લામાં રતનપર ગામમાં નાખવામાં આવેલ તે કલેકટરએ આદેશ આપી ઉતરાવી નાખેલ છે. આપ અમારા આ પત્ર પરત્વે અને લોક આરોગ્યની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી સત્વરે કાર્યવાહી કરશો એવી નમ્ર વિનંતી છે. આપને બ પત્ર મોકલ્યા બાદ તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના સત્તાવાળાઓને સૂચના મુજબ બ રજૂઆત કર્યા છતાં શનિ–રવિની રજામાં ત્વરિત ઝડપે આ કંપની દ્રારા ટાવર નાખવામાં આવેલ છે. જે ગંભીર બાબત ગણી ત્વરિત કાર્યવાહી અંગે યોગ્ય થવા વિનંતી છે તેમ અંતમાં જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભરતનગરમાં વરસાદનું વિઘ્ન હટતા મસ્જિદનું દબાણ દૂર કરવા કાર્યવાહી
May 09, 2025 04:59 PMભાવનગર ડાયમન્ડ એસો. ના પ્રમુખ સામે ગુનો દાખલ થતા હિરાના વેપારીઓએ વિરોધદર્શક બંધ પાળ્યો
May 09, 2025 04:54 PM‘કાતર કેમ મારે છે’ કહીં પાંચ શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું
May 09, 2025 04:35 PMસિહોર નગરપાલિકા ચીફ ઓફિસર સામે ધરણા, ગાંધીગીરી અને ખુલ્લો મોરચો
May 09, 2025 04:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech