ગેઇટ કુદીને મહિલાઓ ત્રાટકી: કુલ ૧૭ રોલ મળી ૧.૯૫ લાખની ચોરી
જામનગર નજીક મેઘપર પડાણા વિસ્તારમાં સીઆર-૩ (ઇન્ડીયા) પ્રા.લી. કંપનીની કમ્પાઉન્ડ ગેઇટ કુદીને અંદર ત્રાટકેલી મહિલાઓ ૩૦ મીટરના ૧૨ રોલ, ૫૦ મીટરના ૫ રોલ મળી કુલ ૧.૯૫ લાખના કોપર વાયરની ચોરી કરી ગઇ હતી જે અંગેની વિગતો સામે આવતા આ અંગે અજાણી મહિલાઓ સામે પડાણા પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ જામનગરના ખોડીયાર કોલોની ગુરુકૃપા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૧માં રહેતા મુકેશકુમાર જયંતીલાલ ચાવડાએ ગઇકાલે પડાણા પોલીસમાં અજાણી સાતથી આઠ મહિલાઓ સામે ચોરીની ફરીયાદ કરી છે. ફરીયાદીની સીઆર૩ (ઇન્ડીયા) પ્રા.લી. કંપનીની દિવાલ ઇમરજન્સી ગેઇટ તરીકે ઉપયોગ થતા આ ગેઇટ કુદીને ગત તા. ૧૭-૩-૨૪ના સમયગાળા દરમ્યાન અજાણી મહિલાઓએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.
દરમ્યાન કંપનીના યાર્ડમાં પડેલો ૩૦ મીટરના ૧૨ કોપર કેબલના રોલ જેની કિ. રુા. ૧.૨૦ લાખ તથા ૫૦ મીટરના ૫ કેબલ રોલ જેની અંદાજે કિ. ૭૫ હજાર મળી અલગ અલગ સાઇઝના કુલ કોપર કેબલના ૧૭ રોલ જેની કુલ કિ. ૧.૯૫ લાખ જેનો અંદાજે વજન ૨૦૦ થી ૩૦૦ કી.ગ્રા. થાય છે આ મુદામાલની ચોરી કરી ગયા છે. ફરીયાદના આધારે પડાણા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહયા છે. મહિલાઓ કોપર કેબલ લઇ ગયાનું સામે આવતા આ દિશામાં ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
***
દ્વારકાના મંદિર પાસેથી મોબાઈલ સેરવી જતા તસ્કરો
રાજકોટના મોવડી પ્લોટ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ કડવાભાઈ તરપડા (ઉ.વ. ૪૫) એ ગત તારીખ ૨૦ માર્ચના રોજ દ્વારકાના રૂક્ષ્મણી મંદિર નજીક રાખેલો રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 01, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech