રાજકોટ મહાનગરપાલિકાને ગત નાણાકીય વર્ષ ૨૦૨૩– ૨૪ અંતર્ગત મિલકત વેરા વસુલાતનો .૪૦૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. દરમિયાન નાણાકીય વર્ષના અંતિમ કવાર્ટરમાં ૪૦૦ કરોડની વેરા વસુલાત થઇ શકશે નહીં તેમ જણાતા બજેટ રિવિઝન મિટિંગમાં આ ટાર્ગેટ ઘટાડીને ૩૭૫ કરોડ કરવામાં આવ્યો હતો પરંતુ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચ ૩૭૫ કરોડનો ટાર્ગેટ હાંસલ કરવામાં પણ નિષ્ફળ રહી છે અને ફકત ૩૬૫ કરોડનો વેરો વસુલી સંતોષ માની લીધો છે. ટાર્ગેટ પૂર્ણ નહીં થવાનું મુખ્ય કારણ મોબાઇલ ટાવર્સનો બાકી મિલકત વેરો છે જો મોબાઈલ ટાવર્સનો મિલકત વેરો વસુલાઈ ગયો હોત તો ટાર્ગેટ પ્લસ આવક થઇ શકી હોત તેમ કહેવામાં અતિશયોકિત નથી.
વિશેષમાં મ્યુનિ. સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ટાર્ગેટ પૂર્ણ કરવામાં ફકત ૧૦ કરોડનું છેટું રહી ગયું. ગતરાત્રીના ૧૨ વાગ્યા સુધીમાં ૩૬૫ કરોડની આવક થઇ હતી. મોબાઇલ ટાવર્સનો અંદાજે ૮૦ કરોડ અને કેન્દ્ર તેમજ રાય સરકારની વિવિધ સરકારી કચેરીઓનો ૫૦ કરોડનો બાકીવેરો વસુલવામાં નિષ્ફળતા મળી છે. અહીં સો મણનો સવાલ એ છે કે નાના વેપારીઓની દુકાનો, શોમ અને ઓફિસો તેમજ નવા ઉધોગ સાહસિકોના કારખાના સીલ કરવા દોડધામ કરનાર રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ કોર્પેારેટ કંપનીઓના ઘૂંટણિયે કેમ પડી જાય છે ? તેમનો બાકી વેરો વસૂલવા કેમ મોબાઇલ ટાવરને ટાંચ જિની કે સીલ કરવાની નોટિસ આપતી નથી
મોબાઇલ ટાવરના ટેકસની કામગીરી સંભાળતા અધિકારીનું રાજીનામું મંજૂર
રાજકોટ મહાપાલિકામાં મોબાઇલ ટાવરોનો મિલકત વેરો સ્વીકારવાની કામગીરી કરતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વાસંતીબેન પ્રજાપતિએ વય નિવૃત થતા પૂર્વે આપેલું સ્વૈચ્છીક રાજીનામુ તાજેતરમાં મ્યુનિસિપલ આનદં પટેલએ મંજુર કરતા હવે આજથી તેઓ ફરજ ઉપર નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech