જામનગરમાં મિશ્ર ઋતુ: રોગચાળો બેકાબુ: અઠવાડીયામાં 719 કેસ નોંધાયા

  • February 26, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેશનની 834 આરોગ્ય કર્મચારીઓની 124 ટીમ દ્વારા 48001 ઘરની મુલાકાત લઇ 419 તાવ, શરદી, ઉધરસના કેસો શોધી કાઢયા: જી.જી.હોસ્પિટલમાં અઠવાડીયામાં 300થી વધુ કેસ: શહેરમાં મચ્છરોનો અતિ ત્રાસ વધતા કોર્પોરેશનને ફોગીંગ કરાવવાની જર



જામનગર અને સમગ્ર હાલારમાં છેલ્લા અઠવાડીયાથી મિશ્ર ઋતુ ચાલી રહી છે, બપોરે 11:30 થી 5:30 સુધી અસહ્ય ગરમી અને સવાર-સાંજ ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, કોર્પોરેશન દ્વારા પરિસ્થિતિને ઘ્યાનમાં લઇને એક અઠવાડીયા સુધી 124 ટીમ દ્વારા 48001 ઘરની મુલાકાત લઇને તાવ, શરદી, ઉધરસના કેસ વિશે આકલન કરાયું હતું, જેમાં 419 દર્દીઓ મળી આવ્‌યા હતાં, બીજી તરફ જી.જી.હોસ્પિટલના સુત્રોના કહેવા અનુસાર અઠવાડીયામાં 300થી વધુ કેસ આવ્યા છે, દરરોજ 5 થી 7 લોકો દાખલ પણ થઇ રહ્યા છે.


જામનગર શહેરમાં મહાનગરપાલીકાની આરોગ્ય શાખાના અધિકારીઓ હરીશ ગોરી, પંચાલ, જયેશ ભટ્ટ સહિતના અગ્રણીઓ દ્વારા અલગ-અલગ ટીમ બનાવીને સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને મ્‌યુ.કમિશ્નર ડી.એન.મોદીએ એક અઠવાડીયામાં મિશ્ર ઋતુને કારણે રોગચાળાની પરિસ્થિતિ શું છે તે અંગે રિપોર્ટ આપવા જણાવ્યું હતું, જો કે કેટલાક વિસ્તારોમાં મચ્છરો ખુબ જ વધી ગયા છે જેના કારણે રોગચાળો વઘ્યો છે એટલે ફોગીંગ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.


લોકોના કહેવા અનુસાર ગાંધીનગર, મચ્છરનગર, પટેલકોલોની, પંચવટી, રામેશ્ર્વરનગર, રણજીત રોડ, નવાગામ ઘેડ, સાધનાકોલોની, શ સેકશન રોડ, ખોડીયાર કોલોની, રણજીતનગર સહિતના ચાંદીબજાર જેવા મુખ્ય વિસ્તારોમાં પણ મચ્છરો વધી ગયા છે એટલું જ નહીં વાહન ચાલકોની આંખમાં પણ મચ્છરો પડતા હોય છે, કોર્પોરેશનના આરોગ્ય વિભાગ પાસે સા એવું બજેટ પણ છે ત્યારે ફોગીંગની કાર્યવાહી ઝડપથી થાય અને વધુ વિસ્તારમાં થાય તે જરી છે, અત્યારે જે ધીમી ગતીએ ફોગીંગ થઇ રહ્યું છે તે ઝડપથી થાય તે જરી છે.


વાયરલ ઇન્ફેકશન, ગળુ બેસી જવું, તાવ, ઉધરસ સહિતના કેસો વઘ્યા છે, જો ઝડપથી દવા છંટકાવ અને ફોગીંગ નહીં કરાય તો આ કેસોમાં મોટા પ્રમાણમાં ઉછાળો આવશે, જી.જી.હોસ્પિટલના સુત્રોના જણાવ્‌યા મુજબ અઠવાડીયામાં 300 થી વધુ કેસ નોંધાયા છે જયારે ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં પણ રોગચાળો વઘ્યો હોય દર્દીઓ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે.

હાલારના તાલુકા મથક અને ગામડાઓમાં પણ રોગચાળો બેકાબુ બન્યો છે, કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ભાણવડ, સલાયા, ફલ્લા, ઓખા, દ્વારકા, ભાટીયા, લાલપુર, ધ્રોલ, જોડીયા, જામ રાવલ સહિતના તાલુકા મથકો અને ગામડાઓમાં રોગચાળાએ ભરડો લેવાની શઆત કરી દીધી છે, દર વખતે આ સિઝનમાં મચ્છરનો ઉપદ્રવ વધે છે તે હકીકત છે પરંતુ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના સતાવાળાઓએ તાકીદે પગલા લઇને રોગચાળો અટકાવવા સઘન ઝુંબેશ શ કરવી જોઇએ.
હાલારમાં રોગચાળો વઘ્યો છે તે હકીકત છે, ડોકટરો પણ સ્વીકારે છે, પરંતુ જે મચ્છરો વધી રહ્યા છે તે ખુબ જ ચિંતાજનક કહી શકાય, જી.જી.હોસ્પિટલમાં દરરોજ તાવ, શરદીને કારણે 5 થી 7 દર્દીઓને દાખલ પણ કરવા પડે છે, આમ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમે પારોઠના પગલા લેવા પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application