માધવપુર ગામના વણકરવાસમાં રહેતી એક પરીણીતા તેની ત્રણ વર્ષની પુત્રી સાથે ગુમ થઇ ગઇ હતી જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે બંનેને શોધી તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યુ છે.
અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરની કચેરીના નં. સી. આઇ.ડી./ મીસીંગ સેલ/૯૭૬/૨૦૨૪ ના તા. ૧૭-૧૨-૨૦૨૪ના હુકમ અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ગુમ થનાર બાળકો, મહિલાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને ઇન્ચાર્જપોલીસ અધિક્ષક પોરબંદર સુરજીત મહેડુએ પોરબંદર જિલ્લામાં ગુમ થયેલ બાળકો, મહિલાઓને શોધી કાઢવા માટે સખત સુચના કરી તા. ૧૮-૧૨-૨૦૨૪ થી તા. ૩૧-૧૨-૨૦૨૪ દિન-૧૪ની સ્પેશ્યલ ડ્રાઇવ(ઝુંબેશ) આયોજન કરેલ હોય જે અનુસંધાને માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.જી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ માધવપુર પોલીસ સ્ટાફના માણસોએ ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુમ/ જા.જોગ નં. ૧૧/૨૦૨૪ના કામે ગુમ થનાર મોનાબેન વા/ઓ. મનસુખભાઇ બચુભાઇ કાથડ ઉ.વ. ૨૪, રીયાબેન ડો./ઓ. મનસુખભાઇ બચુભાઇ કાથડ ઉ.વ. ૦૩ રહે. માધવપુર વણકરવાસ તા.જિ. પોરબંદરવાળીને ગીરસોમનાથ જિલ્લાના તાલાલા પો.સ્ટે.વિસ્તારમાંથી શોધી કાઢી મા-દીકરીનું તેના પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ તે સૂત્રને સાર્થક કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેકટર આર.જી. ચુડાસમા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ લખમણભાઇ તથા લોકરક્ષક રાહુલભાઇ રામજીભાઇ તથા મહિલા લોકરક્ષક હેતલબેન કેશુભાઇ એ રીતેના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMજામનગરમા ભાજપ કોંગ્રેસ સામ સામે આવી ગયા
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech