ટોપ 15 ફિલ્મોમાં પણ ન મળ્યું સ્થાન, ચોથી વાર ભારતની આશા પર પાણી ફરી વળ્યું
‘લાપતા લેડીઝ’ 97મા ઓસ્કાર એવોર્ડ-2025ની રેસમાંથી બહાર થઇ ગઈ છે. નાના બજેટની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ આ વર્ષે 1 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ફિલ્મે વિશ્વભરમાં 25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
આમિર ખાન દ્વારા નિર્મિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ 97માં ઓસ્કાર એવોર્ડ-2025ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સએ બુધવારે સવારે આની જાહેરાત કરી છે. વર્ષ 2024માં ભારતમાં સૌથી વધુ પસંદ કરાયેલી આ ફિલ્મને છેલ્લી 15 ફિલ્મોની યાદીમાં પણ સ્થાન મળ્યું નથી. આ સમાચાર બાદ ભારતીય ચાહકો થોડા નિરાશ છે.
ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ભલે ઓસ્કાર એવોર્ડ-2025ની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ ફિલ્મ ‘સંતોષ’ છેલ્લા 15માં સ્થાન મેળવવામાં સફળ રહી. જોકે, બ્રિટિશ-ભારતીય નિર્દેશક સંધ્યાએ તેનું નિર્દેશન કર્યું છે.
ફિલ્મ ‘લાપતા લેડીઝ’ને ફોરેન કેટેગરીમાં એવોર્ડ માટે મોકલવામાં આવી હતી. 23 સપ્ટેમ્બરે, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ તેને ઓસ્કાર 2025માં મોકલવાની જાહેરાત કરી હતી. ઓસ્કાર એવોર્ડ માટેના નોમિનેશનની જાહેરાત 17 જાન્યુઆરીએ કરવામાં આવશે. તે જ સમયે, ઓસ્કાર એવોર્ડ સેરેમની 2 માર્ચે યોજાશે. આમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.
અત્યાર સુધી ભારતમાંથી 3 ફિલ્મો ‘મધર ઈન્ડિયા’, ‘સલામ બોમ્બે’ અને ‘લગાન’ને ઓસ્કારની ફોરેન ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે, પરંતુ કોઈને પણ એવોર્ડ મળી શક્યો નથી. ‘લાપતા લેડીઝ’ના નોમિનેશન પછી લોકોને લાગતું હતું કે આ વખતે એવોર્ડ ઘરે આવશે, પરંતુ આ વખતે પણ લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે.
‘લાપતા લેડીઝ’ વિશે જણાવી દઈએ કે, તેની વાર્તા 2001માં નિર્મલ પ્રદેશ નામના કાલ્પનિક રાજ્ય પર આધારિત છે, જ્યાં બે દુલ્હન ટ્રેનમાં બેસી જાય છે. એકને તેનો દુલ્હો લઈ જાય છે, જ્યારે બીજી સ્ટેશન પર જ રહી જાય છે. આ પછી એક પોલીસ ઓફિસર કેસ હેન્ડલ કરે છે અને પછી બંને યુવતીઓ પોતપોતાની જગ્યાએ જાય છે. કિરણ રાવ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ આમિર ખાને કર્યું હતું. ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન મહત્વની ભૂમિકામાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા જવા માગતા લોકો નવા વર્ષમાં વિઝા ઈન્ટરવ્યૂ પોતાની પસંદગીના સ્થળે આપી શકશે
December 18, 2024 03:40 PMસ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીકના રહેવાસીઓ નવી બનતી બિલ્ડિંગ સાઈટના શ્રમિકોથી ત્રાહિમામ
December 18, 2024 03:34 PMદેશી દારૂના અલગ–અલગ દરોડામાં મહિલા સહિત પાંચ ધંધાર્થી ઝડપાયા
December 18, 2024 03:31 PMસાત પીઆઈની આંતરીક બદલી: આર્થિક ભારણવાળા ઈઓડબલ્યુમાં કરપડા, ડીસીબીમાં જાદવ મુકાયા
December 18, 2024 03:28 PMસોપારીની હોલસેલ ખરીદીનો ૪૦.૨૭ લાખનો ચેક રિટર્નના કેસમાં રિટેલરને એક વર્ષની કેદ
December 18, 2024 03:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech