યમનમાંથી ઇઝરાયેલના ટાર્ગેટસ પર છોડાયેલા મિસાઈલ-ડ્રોન તોડી પડાયા

  • October 20, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તરી લાલ સમુદ્રમાં યુએસ નૌકાદળના યુદ્ધ જહાજે ગુરુવારે ઇરાન તરફી હુથી બળવાખોરો દ્વારા યમનથી ઇઝરાયેલ પર છોડાયેલા ત્રણ ક્રુઝ મિસાઇલો અને ઘણા ડ્રોનને તોડી પાડ્યા હતા. આ મિસાઈલ અને ડ્રોન યમનથી લાલ સમુદ્રની સાથે ઉત્તર તરફ, સંભવિત રીતે ઇઝરાયેલમાં લક્ષ્યો તરફ પ્રક્ષેપણ કરવામાં આવ્યા હતા તેમ પેન્ટાગોનના પ્રવક્તા જનરલ પેટ્રિક રાયડરે પત્રકારોને જણાવ્યું હતું.
જનરલ રાયડરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી ઇરાક અને સીરિયામાં અમેરિકન સૈનિકો સામે ડ્રોન હુમલાની વચ્ચે યમનમાં ઇરાન તરફી હુથી બળવાખોરો દ્વારા મિસાઇલો અને ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા. ઈઝરાયેલ અને પેલેસ્ટિનિયન જૂથ હમાસ વચ્ચેનો સંઘર્ષ વ્યાપક યુદ્ધમાં ફેરવાઈ શકે તેવા જોખમોને આ ઘટનાઓએ રેખાંકિત કર્યા  છે.

લશ્કરી વિશ્લેષકો એ નિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ડ્રોન હુમલા કોણે કયર્િ હતા તેમ જનરલ રાયડરે જણાવ્યું હતું. ઈરાન સમર્થિત લશ્કરોએ ભૂતકાળમાં ઈરાકમાં સ્થિત 2,500 અમેરિકન સૈનિકો અને સીરિયામાં 900 સૈનિકો સામે ડ્રોન અને રોકેટ હુમલા કયર્િ છે. ઑક્ટો. 7 ના રોજ ઇઝરાયેલ સામે હમાસના આતંકવાદી હુમલા પછી, બાઈડેન વહીવટીતંત્રે ઇરાન અને આ ક્ષેત્રમાં તેના પ્રોક્સીઓને પ્રાદેશિક યુદ્ધમાં સામેલ થવાથી રોકવા માટે બે એરક્રાફ્ટ કેરિયર્સ અને વધારાના સૈનિકોને ઇઝરાયેલ નજીક પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં મોકલ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application