કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપુતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શાશક દ્રારા વહીવટ કરતી વખતે સત્તાના નશામાં રહી અને કરેલ ગેરવહીવટ ગમે ત્યારે બહાર આવતો હોય છે. આવુજ કઈક સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે છ વર્ષ રાજાશાહી ભોગવનાર પ્રબુદ્ધ વિદ્રાન કમલેશ જોશીપુરાના કિસ્સામાં પણ બન્યું છે. કાયદા અને વહીવટમાં પોતાને નિષ્ણાત માનતા, અને અગાસી પર બેસી અને નિર્ણયો કરતા કમલેશ જોશીપુરાએ, જયારે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કુલપતિ પેદે હતા ત્યારે યુનિવર્સિટીમાં ટોળકી રચી ભ્રષ્ટ્ર્રાચાર કર્યેા હતો તેવા આક્ષેપો તે વખતે પણ થયા હતા. કોલેજના જોડાણોમાં ભાવ પત્રક કોન્ગ્રેસે તે વખતે બહાર પડું હતું. રેજીસ્ટ્રાર ગજેન્દ્ર જાનીની ગેરકાયદેસર નિમણુકં પણ કમલેશ જોષીપુરાના સમયમાં થયેલ હતી, જેને પાછળથી નામદાર ઉચ્ચ ન્યાયાલયે ગેરકાયદેસર માની હતી અને જાનીને ઘર ભેગા કર્યા હતા. લાંબી કાનૂની લડાઈ બાદ જોશીપુરા દ્રારા થયેલ જાનીની નિમણુકં ગેરકાયદેસર સાબિત થઇ અને, હમણાંજ યુનિવર્સિટી પર સરકારના ઓડિટ વિભાગ દ્રારા જોષીપુરાના સમયમાં થયેલ બિનકાયદેસર બાંધકામ અને ખોટા ખર્ચની વિગત અમાન્ય ગણવાની જાણ કરવામાં આવી છે.વર્તમાન સત્તાધીશો કુલપતિ અને રજિસ્ટાર દ્રારા નાની નાની બાબતો પત્રકારોને આપવામાં આવે છે, પણ આવડી મોટી વાતને છુપાવવામાં આવી છે. અમને મળેલ વિગતો મુજબ જોશીપુરા દ્રારા થયેલ ગેરકાયદેસર કામની ચિઠ્ઠીમાં આવેલ નાણાકીય ગેરરીતિનો આંકડો ૧૦ કરોડ થી પણ વધુનો થાય છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના વર્તમાન કુલસચિવ દ્રારા એક ગ્રૂપમાં આ બધી હકીકતો અપલોડ કરતા ભાંડો ફટો હતો.સરકારના ઓડિટ વિભાગે કાઢેલી વિગત મુજબ, બિનશૈક્ષણિક કર્મચારીઓની ઇન્ટરવ્યૂ વગર થયેલ ભરતીથી યુનિવર્સિટી ને ૪.૨૧ કરોડનો ખર્ચ થયો જે ગેરકાયદેસર છે. ૪.૪૬ કરોડનો બાંધકામનો ખોટો ખર્ચ કરાયો. જોશીપુરા દ્રારા બાંધકામના સંદર્ભે થયેલ નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા હતા અને તે વખતે પણ કોંગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્રારા વિરોધ કરાયો હતો. વિધાર્થીઓના ફીના પૈસે બનવેલ કોન્વોકેશનના બિલ્ડીંગનો માંચડો આજે પણ એમજ પડો છે, જેની પાછળ એક કરોડ અને ૬૧ લાખ પિયાનો ખર્ચ થયો હતો. આ બાંધકામ ખંઢેર પરિસ્થિતિમાં યુનિવર્સિટીના કાયદા ભવનની સામે વણવપરાયેલ પરિસ્થિતિમાં ઉભું છે. શિક્ષણ શાક્ર ભવન પાસે આવુજ વણવપરાયેલ ખંઢેર ઉભું છે તેમાં પણ ૨૫ લાખ પિયાનો ખર્ચ થેયલ હતો. આ કામો ટેન્ડર વગર મળતિયા કોન્ટ્રાકટરોને આપવામાં આવ્યા હતા. ડ્રગ ડિસ્કવરી સેન્ટરમાં ૬૭.૨૯ લાખ નું ઇન્ટેરિયર ગેરકાયદેસર કરાયું, આ ઇન્ટેરિઓર માટે કોઈ ગ્રાન્ટ ઉપલબ્ધ નહતી છતાં મળતિયા કોન્ટ્રાકટરો પાસે કામ કરાવ્યું હતું. બાંધકામના કોન્ટ્રાકટરના ૯૦.૨૨ લાખ પરત વસુલ કરવાના હતા. આ વસુલાત ના કરી યુનિવર્સિટીને આર્થિક નુકસાન કયુ, તેવું ઓડિટ રિપોર્ટમાં જાહેર થયું છે. કોન્ટ્રાકટરો સાથે સાઠગાંઠનો આરોપ તે વખતે તત્કાલીન સિન્ડિકેટ સભ્ય ડો.નીદત્ત બારોટ દ્રારા પણ કરવામાં આવ્યો હતો. ઘોડાના તબેલા માટે ખર્ચાયેલ ૬૦ લાખ પિયા પછી એક પણ ઘોડો આવ્યો નહિ. જે તે વખતે તબેલો ચલાવવાનું કામ યુનિવર્સિટીનું નથી, તેવી માંગણી કોન્ગ્રેસના સિન્ડિકેટ સભ્યો દ્રારા કરવામાં આવી હતી, પરંતુ સત્તાના નશામાં જોશીપુરા દ્રારા આડેધડ ખર્ચ કરવામાં આવ્યા હતા. હજુ તો ૨ વર્ષનું સરવૈયું અમારી પાસે આવ્યું છે. તેમના સમય ગાળાની બધી વિગતનો આકં ૨૦ કરોડ ઉપર જવાની સંભાવના છે. કોંગ્રેસના આગેવાનો દ્રારા તે વખતે કરવામાં આવેલ ભ્રષ્ટ્રાચાર અને ગેરકાયદેસર વહીવટના આક્ષેપોને સરકારના ઓડિટ વિભાગે સાચા સાબિત કયા છે. ખોટું કરનારનું પાપ છાપરે ચડી અને બોલે તે આજે સાબિત થયું છે.વિધાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપુતે અંતમા જણાવ્યું હતુ કે રાય સરકારે આ કરોડોનો ગેરકાયદેસર થયેલ ખર્ચ પ્રજાના પૈસાનો વ્યય છે એમ ગણી અને આ નાણાં જોશીપુરા પાસેથી વસૂલવા જોઈએ તેવી માંગ કરવામાં આવશે આ મુદો વિધાનસભામાં લઇ જવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech