પાકિસ્તાનમાં સ્કૂલવાન પર બદમાશોએ કર્યો ગોળીબાર, 2 માસુમોના મોત

  • August 22, 2024 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


            


પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આજે 22 ઓગસ્ટે બદમાશોએ એક સ્કૂલ વાન પર હુમલો કર્યો હતો. જેમાં શૂટરોએ સ્કૂલ વાન પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં બે માસુમ બાળકોના મોત થયા હતા. આ ઘટના લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર એટોક જિલ્લાના ઢેરી કોટ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલ વાન બાળકોને તેમની શાળાએ મૂકવા જઈ રહી હતી ત્યારે અજાણ્યા શૂટરોએ તેના પર ગોળીબાર કર્યો હતો.




આ ઘટના અંગે વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, હુમલામાં 5 થી 10 વર્ષની વયના લગભગ સાત બાળકો ઈજાગ્રસ્ત થયા હતા, આ તમામને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બેના મોત થયા હતા, જ્યારે વધુ બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ થઈ છે. વરિષ્ઠ પોલીસ અધિકારી સરદાર ગ્યાસ ગુલે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજની મદદથી શૂટરોની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે.




મુખ્યમંત્રીએ લીધી નોંધ




હવે પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે કે, શું તે આતંકવાદ સંબંધિત ઘટના છે કે પછી સ્કૂલ વાનના ડ્રાઈવરની કોઈ સાથે દુશ્મની હતી. ગૃહ પ્રધાન મોહસિન નકવી અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે આ ઘટનાની નોંધ લીધી અને કહ્યું કે સ્કૂલ વાનને નિશાન બનાવવાના આ જઘન્ય અપરાધમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ પોલીસને શૂટરોની વહેલી તકે ધરપકડ કરવા નિર્દેશ આપ્યો હતો.




વડાપ્રધાને પણ નિંદા કરી



દરમિયાન, પંજાબના મહાનિરીક્ષક ડૉ. ઉસ્માન અનવરે પણ હુમલાની નોંધ લીધી અને રાવલપિંડી પ્રાદેશિક પોલીસ અધિકારી પાસેથી રિપોર્ટ માંગ્યો. તેમણે એટોક ડીપીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચીને જવાબદાર લોકોની ધરપકડ કરવા સૂચના આપી હતી. પોલીસ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી છે, તેનું નિરીક્ષણ કર્યું છે અને તપાસ શરૂ કરી છે. માત્ર પંજાબના મુખ્યમંત્રી જ નહીં પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ આ ઘટનાની નિંદા કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application