ભારતીય જનતા પાર્ટી દ્રારા હાલ ગુજરાત સહિત દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છ વર્ષ પછી નવેસરથી સભ્ય બનાવવાની પ્રક્રિયામાં ગુજરાતમા ખૂબ જ પ્રતિસાદ મોળો મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્રારા બે કરોડ સદસ્ય બનાવવાના અભિયાન સામે માંડ માંડ ૭૦થી ૭૨ લાખ નવા સભ્યોની નોંધણી થઈ શકી છે પરિણામે ગઈકાલે મંત્રીઓને તેમના મતવિસ્તારમાં દોડાવવામાં આવ્યા છે પરિણામે આજની મંત્રીમંડળની બેઠક રદ થવા પામી છે છેલ્લ ા કેટલાક સમયથી મંત્રીમંડળની અઠવાડિક બેઠક સતત રદ થઈ રહી છે. આજની બેઠક રદ થવાનું મુખ્ય કારણ સંગઠન પર્વ આપવામાં આવે છે સરકારમાંથી આદેશ છૂટતાં મંત્રીઓ મંગળવારે રાત્રે જ પોતાના મતવિસ્તારમાં પહોંચી ગયા હતા.
ભાજપના સંગઠન પર્વની હેઠળ સદસ્યતા અભિયાનમાં દરેક ધારાસભ્યને પોતાના વિધાનસભા મત વિસ્તારમાં આજે એક સાથે ૧૭૦૦૦ સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે આ ટાર્ગેટ પૂં કરવા માટે મંત્રીઓ તેમની કામગીરી જલ્દી પૂર્ણ કરવા માટે થઈને મતવિસ્તારમાં દોડી રહ્યા છે. ભાજપના પ્રદેશ મોવડી મંડળ દ્રારા દરેક ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં કુલ એક લાખ ઓછામાં ઓછા સભ્ય નોંધાય તે મુજબનું લયાંક આપવામાં આવ્યો છે આ લયાંક ઝડપથી પૂરો થાય તેવું ન લાગતા એક જ દિવસમાં ૧૭૦૦૦ સભ્ય નોંધવાનો આદેશ છૂટતાં મંત્રીઓ અને ધારાસભ્યો માટે રાત થોડી અને વેશ જા જા જેવો ખેલ શ થયો છે.
વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનાર ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ છ વર્ષે તમામ સભ્યોનો સભ્યપદ આપોઆપ સમા થઈ જાય છે નવેસરથી સભ્ય નોંધણી કરવા માટેનો અભિયાન શ કરવામાં આવ્યું છે બે સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ સભ્ય બનીને અભિયાનનો પ્રારભં કર્યેા હતો. આ સાથે કયુ આર કોડ વેબસાઇટ અને મિસકોલે જેવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભાજપ સાથે જોડાવા માંગતા લોકોને સભ્ય બનાવવાની પ્રક્રિયા શ કરવામાં આવી હતી ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રથમ સભ્ય બનીને આરભં કર્યેા હતો આ અગાઉ ૧.૧૯ લાખ પ્રાથમિક સભ્યોના લખ્યાં અને વધારીને બે કરોડ કરવામાં આવ્યા છે પરિણામે જન પ્રતિનિધિઓને આ લયાંક સિદ્ધ કરવો ખૂબ અઘરો લાગી રહ્યો છે.
ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના સહ સંયોજક યજ્ઞેશ દવે જણાવ્યું છે કે અમાં અભિયાન અમારા લયાંક પ્રમાણે આગળ વધી રહ્યું છે ૨૫ સપ્ટેમ્બર અભિયાન નું પ્રથમ ચરણ પૂં થયું છે અત્યાર સુધીમાં ૭૦ થી ૭૨ લાખ જેટલા સભ્યો બની ચૂકયા છે અમને આ સાથે ઓકટોબર માસ સુધીમાં અમારો લયાંક પૂર્ણ થઈ જ જશે. અહીં નોંધવું જરી છે કે ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચા દ્રારા ખાસ પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે અનેક લોકો ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે પરંતુ લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી.
આખરે રાય સરકારે આજની મંત્રીમંડળની બેઠક રદ કરી અને તમામ મંત્રીઓને રાતોરાત તેમના મતવિસ્તારમાં દોડાવ્યા છે અને સંગઠન પર્વમાં આજના દિવસ દરમિયાન જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે પૂરો કરવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech