માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝૂ પર મંત્રીએ કરી મેલીવિદ્યા કરવાની કોશિશ

  • June 28, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં જ સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે માલદીવના મંત્રી ફાતિમથ શમનાઝ અલી સલીમને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ પર મેલીવિદ્યા કરવાના આરોપમાં તેમના બે ભાઈ-બહેનો સાથે ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પયર્વિરણ મંત્રાલયના રાજ્ય મંત્રી શમનાઝની 23 જૂને અન્ય બે શકમંદો સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તેને સાત દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. માલદીવના પયર્વિરણ મંત્રાલયે તેમને તેમના પદ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
શમનાઝ, જે અગાઉ પયર્વિરણ મંત્રાલયની વેબસાઇટ પર રાજકીય નિમણૂક તરીકે સૂચિબદ્ધ હતા, હવે તે યાદીમાં નથી. તેના બદલે, તેનું નામ ભૂતપૂર્વ રાજકીય નિયુક્તિઓની યાદીમાં મૂકવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માલદીવના રાષ્ટ્રપતિની નજીક જવા માટે મેલીવિદ્યા કરવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, માલદીવ સરકારે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. મુખ્ય પોલીસ પ્રવક્તા, સહાયક પોલીસ કમિશનર અહેમદ શિફાને જણાવ્યું હતું કે પોલીસ શમનાઝ અને અન્ય બે વ્યક્તિઓને સંડોવતા મામલાની તપાસ કરી રહી છે.
શમનાઝ રાષ્ટ્રપતિ કાયર્લિય મંત્રી એડમ રમીઝની પૂર્વ પત્ની છે. શમનાઝે અગાઉ પ્રમુખ મુઇઝુ સાથે માલે સિટી કાઉન્સિલના સભ્ય તરીકે કામ કર્યું હતું ગયા વર્ષે રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન મુલિયાગે ખાતે રાજ્ય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application