આ પ્રસંગે મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સર્વાંગી વિકાસની હેલીઓ વરસી રહી છે. નાગરિકોનું દૈનિક જીવન સરળ બને તેને કેન્દ્ર સ્થાને રાખીને "ઈઝ ઓફ લિવિંગ"ની સંકલ્પના સાથે શહેરનો સર્વોત્તમ વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. જેની સાક્ષી આજ ખંભાળિયા શહેર બન્યું છે. ખંભાળિયાના શહેરીજનોને ૭૮ કરોડથી વધુ રકમના વિકાસ પ્રકલ્પો ભેટ મળી છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શહેરીજનોની સુખાકારીમાં ઉતરોતર પ્રગતિ થઈ રહી છે. મુખ્યમંત્રી શહેરીજનો તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે હરહંમેશ પ્રયત્નશીલ રહે છે. વડાપ્રધાનના "વિકાસ ભી વિરાસત ભી" ના મંત્રને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસની સાથે ઐતિહાસિક સ્થળોના વિકાસની પરિકલ્પનાઓ પણ સાકાર કરવામાં આવી રહી છે.
વધુમાં મંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં નાગરિકોને પાયાની સુવિધાઓ પાણી, આવાસ કે ભોજન માટે ઘણી તકલીફો વેઠવી પડતી હતી. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનહિતલક્ષી યોજનાઓના પરિણામે નાગરિકોના જીવનને સામાન્યમાંથી સર્વોત્તમ બનાવવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો તે આજે ખરા અર્થમાં સાર્થક થતો જોવા મળી રહ્યો છે. આજે ખંભાળિયા શહેરને વિવિધ વિકાસ પ્રકલ્પો ભેટ મળતા શહેરીજનો જીવનધોરણમાં સરળતા આવશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
આ તકે રાજકોટ ઝોન પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ મહેશ જાનીએ કહ્યું કે, ખંભાળિયા શહેરના ઇતિહાસ માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરોમાં અંકિત થવા જઈ રહ્યો છે. કુલ ૭૮ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પો ભેટ મળતા શહેરીજનોને મહાનગરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ખંભાળિયા શહેરમાં સરકારની વિવિધ યોજનાઓ લાભ મળે તેમજ સ્વચ્છતા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની બાબતમાં અગ્રેસર બને તેવો અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ખંભાળિયા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, પ્રાંત અધિકારી કે.કે.કરમટા, અગ્રણી સર્વે એભાભાઈ કરમૂર, પ્રતાપભાઈ પિંડારીયા, યુવરાજસિંહ વાઢેર, ભરત ગોજિયા, રસિક નકુમ,ભરત ચાવડા સહિત નગરપાલિકા સદસ્યો, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech