રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન ઉમરાળા તાલુકાના રંઘોળા ડેમ,પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ અને ભાવનગરનાં બોરતળાવની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન ભાવનગર સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેર એચ.એન.સરવૈયાએ રંઘોળા ડેમની તેમજ સિંચાઈ વિભાગના (શેત્રુંજી) કાર્યપાલક ઈજનેર એ. એમ.બાલધીયાએ શેત્રુંજી ડેમના સ્ત્રાવ ક્ષેત્ર, જળ વિસ્તાર, જળ સંગ્રહ શક્તિ, જળાશયની હાલની સપાટી, આસપાસના ગામોને મળતાં સિંચાઈના પાણી અંગે મંત્રીને વાકેફ કર્યાં હતાં. આ ઉપરાંત મંત્રીએ બોર તળાવ સૌની યોજનાની જાત મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યો હતાં. આ વેળાએ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા,પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર મકવાણા, ઉમરાળાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી બી.એમ. જોષી,સીટી એન્જિનિયર સી.સી.દેવમુરારી સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech