છેલ્લા બારેક દિવસથી જામનગર શહેર-જિલ્લામાં ઠંડીની ભારે અસર જોવા મળી છે અને તાપમાન 16 ડીગ્રીએ પહોંચી ગયું છે જેથી લોકોએ ગરમ કપડા પહેરવાના શ કયર્િ છે, એટલું જ નહીં પંખા અને એસી પણ હવે ધીમા થઇ ગયા છે, ઠંડીને કારણે ગામડાના જનજીવન પર અસર થઇ છે તેમજ વ્હેલી સવાર અને મોડી રાત્રીના એસ.ટી. અને ખાનગી વાહનોમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 16 ડીગ્રી, મહત્તમ તાપમાન 30.5 ડીગ્રી, હવામાં ભેજ 72 ટકા અને પવનની ગતિ 20 થી 25 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. હજુ તો શિયાળાની શઆત છે, આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે.
ગયા વખતે આ સમયમાં તાપમાન 10 ડીગ્રી આસપાસ પહોંચી ગયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હવે ઠંડીનું પ્રમાણ વધશે, ઠંડી શ થઇ ગઇ હોવા છતાં પણ રોગચાળો હજુ પણ પુરબહારમાં જોવા મળે છે,
તાવ, શરદી, ઉધરસનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે તેમ હવામાન ખાતું કહે છે. કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે હજુ તાપણા કરી શકાય તે પ્રકારની ઠંડી જોવા મળી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજયાં ફકત મહિલા ડોકટરો હશે તે હોસ્પિટલમાં મૃત્યુદર વાર્ષિક ૧૫ થી ૨૦ ટકા ઘટી જશે: સર્વે
January 22, 2025 03:30 PMAIની મદદથી ૪૮ કલાકમાં જ કેન્સરની તપાસથી લઈને વેકિસન પણ તૈયાર થશે
January 22, 2025 03:28 PMટ્રમ્પ એઆઇ પર કરશે ૫૦૦ ડોલરનું રોકાણ,એક લાખથી વધુને નોકરીની તક
January 22, 2025 03:24 PM૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
January 22, 2025 03:21 PMલિસ્ટિંગ પહેલાં IPO શેરમાં ટ્રેડિંગની મંજૂરી આપવા વિચારણા
January 22, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech