મગફળીનું નામ આવે એટલે સૌરાષ્ટ્ર્ર તો યાદ આવવાનું, કારણ કે ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્ર્રમાં થાય છે, જેમાં રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ હોય કે પછી સૌરાષ્ટ્ર્રનાં અન્ય જિલ્લ ાઓ હોય. પરંતુ એકાદ–બે દાયકાઓ પહેલાની વાત કરીએ તો ગીર સહિત સૌરાષ્ટ્ર્રનાં ખેડૂતો પોતાની મગફળી પીલાવી ખાધ તેલ તરીકે ઉપયોગ કરતાપણ સમય જતાં લોકો વેચાતું તેલ લઈ ઉપયોગ કરવા લાગ્યા છે ત્યારે એ કહેવું બિલકુલ ખોટું નથી કે ભૂતકાળનાં દિવસો પરત ફરતા દેખાય રહ્યા છે. ફરી એક વખત ખેડૂતો પોતાની મગફળી વહેંચવાના બદલે હવે પિલાણ કરાવી શુદ્ધ તેલ કઢાવી રહ્યા છે અને પોતાના ઘરે ખાવા માટે સંગ્રહ કરી રહ્યા છે. જેના કારણે ગ્રામ્ય અને શહેરીકક્ષાએ ગાયબ થતી તેલ કાઢવાની મીની મિલોનો ફરી એકવાર જમાનો આવ્યો છે. મીની મિલો પર પાંચ–પાંચ દિવસ મગફળી પીલાવવા માટે રાહ જોવી પડે છે.
એક અભ્યાસ મુજબ ગીર સોમનાથના કોડીનાર સહિત સૌરાષ્ટ્ર્રનાં મોટા ભાગનાં વિસ્તારમાં મોટી સંખ્યામાં તેલ કાઢવાની મીની મિલો ધમધમતી થઈ છે. આ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ ૨૦૦થી વધુ મીની મિલો ગ્રામ્ય વિસ્તારોમાં શ થઈ છે. જે પૈકી કોડીનાર તાલુકામાંજ ૮૦ જેટલી મીની ઓઇલ મિલ શ થઈ છે. એક અંદાજ મુજબ રોજની ઓછામાં ઓછી ૪૫૦ ખાંડી (૯૦૦ મણ અને ૧,૮૦,૦૦૦ કિલો) મગફળીનું પીલાણ થઈ રહ્યું છે. એક ખાંડી મગફળીમાથી લગભગ અંદાજે ૮ ડબ્બા તેલ નીકળે છે. એટલે કે ગીર સોમનાથ જિલ્લ ાની મીની મિલોમાં રોજના ૩૬૦૦ આસપાસ સિંગતેલનાં ડબ્બા તૈયાર થાય છે. જેમાં છેલ્લ ા એકાદ મહિનામાં જ લગભગ સવાથી દોઢ લાખ સિંગતેલનાં ડબ્બાનું ઉત્પાદન થતું હોવાનો અંદાજ છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં કેટલા ડબ્બા તેલનું ઉત્પાદન થતું હશે ? કોડીનારમાં ઘણા ખેડૂતો તો જાતે જ મગફળી પીલાવી સીંગતેલ પોતાના સગા વ્હાલઓને વેંચી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં ફરી ગુજરાત અને દેશમાં સિંગતેલનું રાજ છવાય તેવુ લાગી રહ્યું છે, કારણ કે કોડીનારના લોકો તો ધીમે ધીમે ઘાણી કઢાવેલું સીંગતેલ ખાવાનું પસદં કરી રહ્યા છે. કેમ કે બજારમાં વેચાતા અન્ય તેલનાં ડબ્બા કરતા લોકોને પૈસામાં ફાયદો તો થાય જ છે. પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે છે.
સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં ખેડૂતો તો પોતાની મગફળીનું તેલ પોતે જ કઢાવીને આખું વર્ષ ઘાણીનું તેલ ઉપયોગમાં લઈ રહ્યા છે ત્યારે હવે શહેરીજનો પણ સા તેલ ખાવા માટે યાર્ડ માંથી અથવા તો ખેડૂતો પાસેથી જરી મગફળી ખરીદી આખા વર્ષનું તેલ મીની ઓઇલ મિલોમાં કઢાવી ને વર્ષભર તેનો ઉપયોગ રસોઈમાં કરી રહ્યા છે. આનું કારણ છે.તેલના દિન પ્રતિદિન વધતા ભાવો અને ભેળસેળ યુકત તેલ થી સ્વાસ્થ્ય અંગે જાગૃતિ. જાત જાતના ફિલ્ટર તેલ દરરોજના ભોજનમાં ઉપયોગ કરવાથી તેની સીધી અસર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પડે છે. યારે ઘરેલુ ઘાણીનું નજર સમક્ષ કઢાવેલું સીંગતેલ કે તલનું તેલ સ્વાસ્થ્ય માટે ઉમદા છે. સારા તેલનો રોજિંદા ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો ડોકટર પાસે જવું પડતું નથી. તેવું શહેરીજનો સમજી રહ્યા છે. કદાચ ઘાણી કઢાવેલું તેલ થોડું મોંઘુ પડી શકે પરંતુ તે આરોગ્ય માટે ઉત્તમ રહે છે.વળી નજર સમક્ષ જ આ તેલ નીકળતું હોય ભેળસેળની સંભાવના રહેતી નથી.વર્ષ દરમ્યાન આવું તેલ પણ સા રહે છે અને તેની ઓરીજીનલ સુગધં પણ જળવાઈ રહે છે
ઘરની મગફળીનું તેલ ગુણવત્તાયુકત અને સસ્તું: અરસી ઝાલા
વર્ષેા પહેલા અમારા વડવાઓ પોતાની જ મગફળીનું ઘાણી માં તેલ કઢાવીને સીંગતેલ ખાતા હતા. ખેડૂત પુત્ર હોવાને નાતે અમે તો વર્ષેાથી પોતે કઢાવેલું સીંગતેલ જ વપરાશમાં લઈએ છે.બજારમાં મળતા વિવિધ ફિલ્ટર તેલ કરતા ઘરની મગફળીનું તેલ અમોને પોષાય છે.અને સ્વાદ સુગંધથી ભરપૂર તેમજ સ્વાસ્થ્ય માટે પણ આ સીંગતેલ ઉમદા છે.
ઘાણીના સીંગતેલથી સ્વાસ્થ્ય જળવાય: રાજુ પંડા
સુત્રાપાડા નગર પાલિકાના સિવિલ એન્જિનિયર રાજુભાઇ પંડયા જણાવ્યું હતું કે, અમે યારથી ઘાણીનું સીંગતેલ કઢાવીને રસોઈમાં ઉપયોગ કરતા થયા ત્યારથી અમારા પરિવારે ડોકટર પાસે જવાની જર નથી પડી.નજર સમક્ષ જ શુદ્ધ સીંગતેલ તૈયાર થાય અને આખું વર્ષ સા રહે છે.
વર્ષેાથી ઘાણીનું તેલ કઢાવીને રસોઇમાં ઉપયોગ કરીએ છીએ: પરાગ ચૌહાણ
ઘાણી નું તેલ કઢાવનાર પરાગભાઇ ચૌહાણ જણાવે છે કે, મગફળીની સિઝન દરમ્યાન વર્ષેાથી મગફળી યાર્ડમાંથી ખરીદી તેનું મીની ઓઇલ મિલમાં તેલ કઢાવીને જ અમે રસોઈમાં ઉપયોગ કરીએ છીએ.બજારમાં મળતા અન્ય કેમિકલ દ્રારા ફિલ્ટર થતા તેલ કરતા ઘાણીમાં કઢાવેલું તેલ અને તેમાં પણ સીંગતેલ અત્યતં સ્વાસ્થ્યવર્ધક છે.વળી વર્ષભર સારા રહે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech