કરોડોની ગ્રાન્ટ અને વહીવટ ધરાવતી રાજકોટ જિલ્લા પંચાયતમાં ખનખનીયા ખુટી પડયા હોય તે રીતે ઉપલેટા પંથકમાં વરસાદ અસરગ્રસ્ત ગામવાસીઓને કેશડોલ, સહાય ચુકવવાના ૨૪ લાખ રૂપિયા પણ નથી. આ સમગ્ર મામલો કલેકટર સુધી પહોચ્યો છે અને ગ્રાન્ટ માટે કલેકટર દ્રારા રાય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી અતિવૃષ્ટ્રિ થઈ હતી. ઉપલેટા પંથકના ૨૭ ગામોમાં વધુ નુકસાની થઈ હતી. જે માટેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ૩૫૨ મકાનોને દિવાલ પડી જવી, ઘર વખરી તણાઈ જવી કે આવી ખુંવારી થઈ હતી અને આ તમામને નુકસાનીની સહાય ચુકવવાનો સર્વેનો આકં ૨૪ લાખ જેવો થવા પામ્યો હતો. જિલ્લા પંચાયત પાસે સ્વભંડોળ પણ ન હોવાથી ચુકવણું થઈ શકયું નથી. સહાય વંચિતો દ્રારા જિલ્લા પંચાયત કે જવાબદારો સમક્ષ માંગણી કરાતી હતી પરંતુ જિલ્લા પંચાયત પાસે નાણાં જ ન હોવાથી છેલ્લા પખવાડીયાથી ૩૫૨ ઘરો સહાયની રાહમાં લટકયા છે.
નાણાંના અભાવે અસરગ્રસ્તો સહાયથી વંચિત હોવાનો મામલો રાજકોટ કલેકટર પ્રભવ જોષી સુધી પહોંચ્યો છે. તેઓએ ધોરાજી પ્રાંત અધિકારી પાસેથી સમગ્ર વિગત મેળવી હતી. જિલ્લા પંચાયતના જવાબદારો દ્રારા પણ ગ્રાન્ટ માટે કલેકટર સમક્ષ રજુઆત કરી હોવાનું અને કલેકટર દ્રારા રાય સરકારમાંથી ત્વરીતપણે ગ્રાન્ટ મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech