હળવદમાં વિકાસના નામે મીંડુ: ન.પા.ની ચૂંટણીને લઈ પ્રજાજનો સાવ નિરસ

  • February 14, 2025 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હળવદ નગરપાલિકાને ચૂંટણીને માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે પરંતુ ચૂંટણી લક્ષી આજ દિન સુધી ઉત્સાહ જોવા મળી રહ્યો નથી રાજકીય પક્ષો ઉમેદવારો કોઈ ઠોશ આયોજન વિના આમતેમ ભટકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
મતદારોને ચૂંટણી અંગે સૌ નીરસ જોવા મળી રહ્યા છે વળી બે વર્ષથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન હોવાથી વિકાસના નામે મત માગી શકાય તેવી સ્થિતિ રહી નથી હળવદ નગરપાલિકાની સાત વોર્ડની ૨૮ બેઠક માટે કુલ ૭૦ ઉમેદવારો મેદાને છે ત્યારે  ગત ચુંટણીમાં પાલિકાની  ૨૮ બેઠકો માંથી ૧૮ બેઠક પર ભાજપ અને ૧૦ બેઠક કોંગ્રેસે કબજે કરી હતી, નગરપાલિકા પર ભાજપનું શાસન હતુ, આમ તો હળવદની અનેકવિધ સમસ્યાઓ છે જેવીકે ટ્રાફીક સમસ્યા રજળતા પશુઓ પાણી, સફાઈ, ઉભરતી ગટરો,રોડ રસ્તા સહિતના અનેક  વિકરાળ સમસ્યાઓ છે અમુક અમુક વિસ્તારમાં પાણી વિતરણની પણ સમસ્યા છે આ વખતે નગરપાલિકા કબજે કરવા કોંગ્રેસ આપ બસપા અને ભાજપ ચારે પક્ષોએ  એડીચોટીનું જોર લગાવ્યું છે પરંતુ મતદારો સાવ નિરસ દેખાતા  હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકીય તજજ્ઞનું કેવું છે કે આ વખતે રિઝલ્ટ કંઈક નોખું જ હશે કારણ કે મતદારોનો મૂળ પારખવો આ વખતે અઘરો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application