જેતપુર પાસેથી દૂધ ચોરીનું રેકેટ એલસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. આ સાથે 24 લાખના મુદ્દામાલ સાથે છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભેળસેળ કરેલું દૂધ કૌભાંડનો વેચવાના કૌભાંડનો પર્દાફાસ રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા કરવામાં આવ્યો છે. જેતપુર તાલુકા પો.સ્ટે. વિસ્તાર સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં દુધના ટેન્કર માંથી દુધની ચોરી કરી ભેળસેળ કરતા કુલ છ ઈસમોને કુલ મુદામાલ કિં.રૂ.૨૪,૪૩,૦૦૦/- સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનીરીક્ષક જયપાલસિંહ રાઠૌડ સાહેબ નાઓએ આપેલ સુચના અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ ઇન્સ. ડી.જી. બડવા, તથા પો.હેડ.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, રાજુભાઈ સાંબડા, નિલેશભાઈ ડાંગર,હરેશભાઈ પરમાર નાઓને સંયુક્ત બાતમી હકિકત આધારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન જેતપુર જુનાગઢ નેશનલ હાઈવે ઉપર આવેલ સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે માહી ડેરીના દુધના ટેન્કર માંથી દુધની ચોરી કરી દુધમા ભેળસેળ કરતા છ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી. આ કામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીનાઓને સ્થળ પર બોલાવી યોગ્ય પરીક્ષણ કરી ગુન્હો રજી. કરાવી આગળની તપાસ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પો.સબ.ઈન્સ. ડી.જી. બડવા નાઓ ચલાવી રહેલ છે.
આ આરોપીઓને પકડ્યા
(૧) હીરાભાઇ ગોવિંદભાઇ કલોતરા, રહે.જુનાગઢ મધુરમ વિસ્તાર જુનાગઢ
(૨) જસાભાઇ ગોવિંદભાઇ કલોતરા, રહે. જુનાગઢ જોષીપુરા વિસ્તાર, જુનાગઢ
(3) અર્જુનભાઇ રમેશભાઇ ભારાઇ, રહે. જુનાગઢ મધુરમ વિસ્તાર, જુનાગઢ
(૪) બલીરામ સ/ઓ લાલબહાદુર વિશ્વકર્મા, રહે.સીસવાન તા.પીન્ડરા,જી. વારાણસી,
(૫) રાજુ ગુલાબભાઇ યાદવ, રહે. સીસવાન તા.પીન્ડરા, જી. વારાણસી, ઉતર પ્રદેશ
(૬) ભીખુભાઇ ઘેલાભાઇ રામાણી, રહે.પીઠડીયા ટોલ નાકા તા.જેતપુર જી.રાજકોટ
પકડવાના બાકી આરોપીઓ
(૧) બાલુ ઉર્ફે ઘેલીયો પરબતભાઇ કોડીયાતર રહે.જુનાગઢ ગાંધીગ્રામ
કબજે કરેલ મુદામાલ
(૧) ટેન્કર રજી. ન. જી.જે.૧૮ એ.યુ.૮૫૮૨ કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/- જેમાંથી મળી આવેલ દૂધ લીટર ૧૧,૯૨૫
(૨) ટેન્કર રજી. ન. જી.જે.૨૩ વી. ૧૭૨૬ કી.રૂ. ૮,૦૦,૦૦૦/- જેમાંથી મળેલ દૂધ લીટર ૧૬,૮૨૦ તથા
(૩) બોલેરો પીકપ ગાડી રજી ન. જી.જે.૧૧ વી.વી. ૫૨૫૫ કી.રૂ. ૫,૦૦,૦૦૦/- જેમાંથી મળેલ દુધ લીટર ૫૦૦ કિ.રૂ. ૨૫,૦૦૦/-
(૪) મોબાઈલ નંગ ૭ કી.રૂ. ૧,૦૦,૦૦૦/-
(૫) પ્લાસ્ટીક ના ટાકા નંગ ૪ તથા ઈલેક્ટ્રીક મૉટર નંગ ૨ તથા અન્ય સાધનો મળી કુલ મુદામાલ કિ.રૂ. ૨૪,૪૩,૦૦૦/-
કામગીરી કરનાર ટીમ
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી. વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એચ.સી.ગોહીલ તથા એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઈ ત્રીવેદી, અનીલભાઈ બળકોદીયા, તથા પો.હેડ.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમાર, રવિદસીંહ જાડેજા, શક્તીસીંહ જાડેજા, પો.કોન્સ. કૌશીકભાઈ જોશી, ડ્રા. પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ દ્રારા કામગીરી હાથ ધરાઈ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech