પરાણે લગ્ન કરવા યુવતી અને તેની માતા પર મધરાત્રે ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો

  • May 21, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં ગઈકાલે રાત્રે યુવતી સાથે લગ્નની ના પાડનાર યુવતીની માતાને જીવતી જલાવવાના પ્રયાસની ઘટના બાદ ફરી ગત રાત્રે આવો જ એક બનાવ સામે આવ્યો છે. નજીકનો જ સગ્ગો થતો શખસ પરાણે લગ્ન કરવા માગતો હોય ના પાડતા રાત્રીના ઘરમાં ઘૂસીને યુવતી અને તેની માતા પર છરી વડે આડેધડ ઝીંકીને હત્પમલો કર્યાનો બનાવ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. આરોપીને સકંજામાં લેવા પોલીસે દોડધામ આદરી છે.
પોલીસ ફરિયાદની પ્રા વિગતો મુજબ માર્કેટ યાર્ડ પાછળ મચ્છાનગર મેઈન રોડ પર રહેતા વિધવા મહિલા રેખાબેન કરણભાઈ સોનારાની યુવાન પુત્રી સ્નેહા સાથે હત્પમલાખોર આરોપી પોપટપરા શેરી નં.૫૧૫માં રહેતા શખસ મિહિર ભાનુભાઈ કુંગસિયા lgn  કરવા માગતો હતો. જો કે, આરોપીના ચાલ–ચલગત સારા ન હોવાથી મહિલાએ તેની પુત્રીની સગાઈ કરવાની ના પાડી દીધી હતી.

પરાણે લ કરવા માટે આરોપી મિહિર યુવતી કોલેજ જતી ત્યારે રસ્તામાં રોકીને હેરાન કરતો હતો. ૧૫ દિવસ પહેલા યુવતીને રોકીને દબાણ કર્યુ હતું પરંતુ યુવતીએ ઘરે માતાને વાત કરી હતી ત્યારે પણ આરોપીના પરિવારને યુવતીની માતાએ ફરિયાદ કરી હતી. યુવતીએ પણ આરોપીને લ કરવાની સ્પષ્ટ્ર ના પાડી દઈ પીછો છોડી દેવા કહ્યું હતું.

દરમિયાનમાં ગત રાત્રે આરોપી એકાદ વાગ્યાના અરસામાં યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો. માતા–પુત્રી બન્ને ફળિયામાં સૂતા હતા એ વેળાએ આરોપી આવી ચડયો હતો અને તુરત જ નજર પડતા યુવતી અને તેની માતા બન્ને ગભરાઈ ગયા હતા. યુવતીની માતાએ તું અહીંયા શું કરે છે? જેથી આરોપીએ તુરતં જ તેની પાસે રહેલી છરી કાઢી હતી અને કહ્યું કે મારે તમારી પુત્રી સાથે લ કરવા છે કેમ ના પાડો છો. આ વાત સાંભળતા યુવતીએ પણ કહ્યું કે, મારો પીછો છોડી દે મારે તારી સાથે લગ્ન  નથી કરવા.

યુવતીની માતાએ પણ ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા મિહિરે મહિલાને ડાબા હાથના બાવળાના ભાગે છરી મારવા જતાં તેને રોકવા જતા આરોપીએ મહિલાને ડાબા ભાગના પડખાના ભાગે બે ઘા માર્યા, ડાબા પગના ગોઠણથી નીચે છરી ઝીંકી દીધી. માતા પર હુમલો થતાં પુત્રી બચાવવા જતાં તેને પણ ડાબા હાથ તેમજ ડાબા ભાગના પેડુના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. હોહા–દેકારો થતાં આસપાસમાં રહેતા મહિલાના દિયર, જેઠપરિવારજનો ધસી આવ્યા હતા. આરોપી નાસી છૂટયો હતો. ઈજાગ્રસ્ત માતા–પુત્રીને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
હત્પમલાખોર આરોપી મિહિર ઈજાગ્રસ્ત મહિલાના ફઈના પુત્રનો પુત્ર (પિતરાઈ ભત્રીજો) થતો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application