ઓખા નજીક ટ્રકની અડફેટે આધેડનું કરુણ મૃત્યુ

  • November 21, 2024 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા લખમણભાઈ ઘેલાભાઈ મકવાણા નામના 50 વર્ષના અનુસૂચિત જાતિના આધેડ ગઈકાલે બુધવારે સાંજના સમયે જઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 12 બી.વાય. 5920 નંબરના ટ્રકના ચાલક કિરણભાઈ પરમારએ તેમને ટ્રકના આગળના ભાગેથી ઠોકર મારતા લખમણભાઈ પટકાઈ પડ્યા હતા અને ટ્રકનું તોતિંગ વ્હિલ તેમના પર ફરી વળ્યું હતું. જેના કારણે લોહી લુહાણ હાલતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ નારણભાઈ ઘેલાભાઈ મકવાણા (ઉ.વ. 65)ની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે ટ્રકના ચાલક કિરણ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.ડી. ગોહેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ભાણવડમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો

ભાણવડ ટાઉન વિસ્તારમાં એક શો-રૂમની સામેથી જઈ રહેલા મોટા કાલાવડ ગામના દિનેશભાઈ કનારા સાથે જુના મન દુઃખનો ખાર રાખીને મોટા કાલાવડ ગામના પ્રભાત ગોવાભાઈ કનારા નામના શખ્સએ તેમના પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં આરોપીએ તેમને માથામાં ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ નોંધાવવામાં આવી છે. જે અંગે વિશાલભાઈ દિનેશભાઈ કનારા (ઉ.વ. 18) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે પ્રભાત કનારા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News