જામનગરમાં આધેડનું કોંગો ફીવરથી મોત

  • January 28, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એચએમપી વાયરસના ખૌફ વચ્ચે જામનગર શહેરના ભરચક વસ્તીવાળા વિસ્તારમાં રહેતા એક આધેડનું કોંગો ફીવરથી મૃત્યુ થયાનો ધડાકો થયો છે, આરોગ્યની ટીમો તાબડતોબ દોડી છે, વિસ્તારનો સર્વે કરવામાં આવી રહ્યો છે, એક સાહ પહેલા જી.જી.હોસ્પિટલમાં મૃતક દાખલ થયા હતાં, જેનો રિપોર્ટ પુણેથી આવી ગયા બાદ એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, કોંગો ફીવરે પણ જામનગરમાં પ્રવેશ કરી લીધો છે. ખાસ કરીને દુધાળા ઢોર ધરાવતા લોકોએ ખુબ જ સાવચેત રહેવાની જરૂર છે.
આ ચિંતાજનક અહેવાલની મળતી વિગતો મુજબ પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષના મોહનભાઇ મેરૂભાઇ કાટોરીયા નામના આધેડને તા.૨૧ના રોજ જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્ા હતાં, ત્યારબાદ તેમના બ્લડના સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા હતાં, આઇસીયુમાં દાખલ થયેલા આ દર્દીની તબીયત છેલ્લા બે દિવસથી લથડી હતી, આખરે ગઇકાલે સાંજે રિપોર્ટ આવે તે પહેલા તેમણે અંતિમ શ્ર્વાસ લઇ લીધા હતાં, ગઇ સાંજ સુધી સ્પષ્ટ્ર થયું હતું

આખરે મૃત્યુ થવા પાછળનું કારણ શું છે ?
દરમ્યાનમાં આજે પુણેથી મૃતક મોહનભાઇ કટોરીયાનો રિપોર્ટ આવી ગયો હતો અને તેમાં કોંગો ફીવરના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.
આ દરમ્યાનમાં આજે સવારે કોર્પેારેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓની ઇમરજન્સી બેઠક મળી હતી જેમાં કુલ ૮ ટીમોએ કામગીરી શરૂ કરી દીધી છે અને પંચેશ્ર્વર ટાવર તથા આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારના કોઇ શંકાસ્પદ દર્દી છે કે કેમ ? જી.જી.હોસ્૫િટલના અધીક ડીન ડો.એસ.એસ.ચેટરજીના જણાવ્યા મુજબ ૫ વર્ષ પહેલા જામનગરમાં કોંગો ફીવરનો કેસ નોંધાયો હતો, મોટેભાગે આ રોગ પશુઓના શરીર પર ઇતરડી મારફત હની મોરલ નામનો આ પરજીવી રોગનો વાહક બને છે, ગાય અને ભેંસના પુછડામાં ઇતરડી હોય છે, આવા રોગના દર્દીઓને આંખમાં બળતરા થાય છે અને તેનું ગળુ પણ બેસી જાય છે.
કોર્પેારેશનના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.હરીશ ગોરીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગો ફીવરના દર્દીનું મૃત્યુ થયા બાદ કોર્પેારેશન દ્રારા પંચેશ્ર્વર ટાવર વિસ્તાર સહિતના અલગ–અલગ વિસ્તારમાં આઠ ટીમો દ્રારા તાબડતોબ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ કામગીરી સાંજ સુધી રહેશે.
બીજી તરફ જામનગર શહેરમાં કોંગો ફીવરના કારણે આધેડનું મોત થયા બાદ જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ પણ જાગી ઉઠી છે અને સીએચસી અને પીએચસી કેન્દ્રોમાં કામ કરતા ડોકટરો અને આરોગ્ય અધિકારીઓને તેમના વિસ્તારમાં સર્વે કરવાની કામગીરી શરૂ કરવા આદેશ આપી દીધો છે. શહેરમાં કોંગો ફીવરનો એક કેસ નિકળતા લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા લોકોને આંખમાં બળતરા કે ગળામાં દુ:ખાવાની કોઇ સમસ્યા છે કે કેમ તેના ઉપર આરોગ્ય ખાતાની ટીમ સઘન પૂછપરછ કરી રહી છે. લોકો ખાસ કરીને દુધાળા ઢોરથી સાવચેત રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application