ઉંદર ઘરની આસપાસ પણ નહી ફરકે, જો અપનાવશો આ સરળ ઉપાય

  • January 03, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાના, નિર્દોષ દેખાતા ઉંદરો ખરેખર કેટલા ખતરનાક હોય શકે છે એ વાત ફક્ત તે વ્યક્તિ જ જાણે છે જેના ઘરમાં ઉંદરોએ કબજો જમાવ્યો હોય, ઘરમાં રાખવામાં આવેલી ખાણીપીણીની ચીજવસ્તુઓથી માંડીને કપડાં અને મહત્વના દસ્તાવેજોનો નાશ થવાનું નિશ્ચિત છે. તેમના આતંકથી છૂટકારો મેળવવો સરળ નથી. સામાન્ય રીતે કહીએ તો  એ પછી ફક્ત બે જ વિકલ્પો રહે છે, કાં તો ઉંદરની જાળનો ઉપયોગ કરો અથવા ઉંદરના પોઈઝનનો ઉપયોગ કરો. તેઓ સરળતાથી જાળમાં ફસાતા નથી અને ઘણા લોકોને દવાઓનો ઉપયોગ કરવો યોગ્ય નથી લાગતો. આવી સ્થિતિમાં, જો તેમને ભગાડી મુકવા હોય તો?  તેના માટે એક ખૂબ જ સરળ ટ્રીક છે. જેમાં ફક્ત લવિંગની જરૂર છે.


દરેક જગ્યાએ એક લવિંગ મૂકો


લવિંગની ગંધ તીવ્ર અને તીખી હોય છે. ઉંદરોને આ ગંધ બિલકુલ પસંદ નથી હોતી. આવી સ્થિતિમાં, તેને દૂર કરવા માટે લવિંગની મદદ લઈ શકો છો. આ માટે લવિંગને એવી જગ્યાએ રાખો જ્યાં ઉંદરોનો વધુ આતંક હોય જેમ કે કિચન કેબિનેટ, ડ્રોઅર, શેલ્ફ અથવા અન્ય કોઈ એવી જગ્યા જ્યાં ઉંદરોથી છૂટકારો મેળવવા માંગો છો. હવે નિશ્ચિંત રહો કારણ કે જ્યાં લવિંગ રાખ્યા છે ત્યાં એક પણ ઉંદર નહીં હોય.


લવિંગ સ્પ્રે બનાવીને ઉંદરોને ભગાડો


ઉંદરોને ભગાડવા માટે, ઘરે સ્પ્રે તૈયાર કરી શકો છો. આ માટે સ્પ્રે બોટલમાં થોડું લવિંગનું તેલ અને વધુ પાણી મેળવીને મિક્સર તૈયાર કરો. જો લવિંગનું તેલ ન હોય, તો થોડા લવિંગ લઈને તેને થોડા સમય માટે પાણીમાં ઉકાળી શકો છો. જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે તેને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તેને ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરો, ખાસ કરીને દરવાજા અને બારીની નજીક જ્યાંથી ઉંદરો પ્રવેશ કરે છે. એ પછી ઘર ઉંદરો માટે નર્ક બની જશે અને તેઓ દૂર દૂર સુધી દેખાશે પણ નહીં.


લવિંગનો ઉપયોગ આ રીતે પણ કરી શકાય છે


ઉંદરોથી છુટકારો મેળવવા માટે અન્ય રીતે પણ લવિંગનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક પાતળું કપડું લો અને તેમાં થોડા લવિંગ ભરી દો અને બંડલ બનાવો. હવે આ બંડલને દરવાજા, બારીઓ અથવા અન્ય કોઈ એવી જગ્યા પાસે રાખી શકો છો જ્યાંથી ઉંદરોની વધુ અવરજવર છે. આ સિવાય બીજી રીત છે કે કપાસનો ટુકડો લઈને તેમાં લવિંગનું તેલ લગાવીને તેને અલગ-અલગ જગ્યાએ રાખો. આમ કરવાથી ઘરની નજીક ક્યાંય ઉંદરો દેખાશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application