મોટેરાથી ગાંધીનગર સુધીના મેટ્રો વ્યવહાર ખુલ્લ ો મુકાયા બાદ ૬ જેટલા સ્ટેશન ફંકશન કરશે નહીં મેટ્રો રેલ મોટેરા થી ઉપડીને સીધી જીએનએલયુ આવશે, મોટેરા બાદ કોટેશ્વર રોડ વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ તપોવન સર્કલ નર્મદા કેનાલ અને નવા અને જુના કોબા સહિતના સ્ટેશન પર મેટ્રો ઉભી રહેશે નહીં. તેનું મુખ્ય કારણ આ સ્ટેશન પર મુસાફરો હાલના સંજોગોમાં મળી શકે તેમ નથી આથી તેમને કાર્યરત કરાશે નહીં આ તમામ સ્ટેશનો બની ચૂકયા છે.
આખરે ગાંધીનગરવાસીઓની વર્ષેાના ઈંતેજારીનો અતં આવ્યો છે. તા.૧૬મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરને મેટ્રો રેલની ભેટ આપશે. લોકાર્પણ બાદ બીજા દિવસથી જ મેટ્રો રેલનો કોમર્શિયલ રન એટલે કે મુસાફરો માટે ટ્રેનનો શિડુલ શ થઇ જાય તે પ્રકારનું મેટ્રો રેલ તંત્રનું આયોજન છે પરંતુ મોટેરાથી ગાંધીનગર સુધી વચ્ચે આવતા ૬ જેટલા મેટ્રો સ્ટેશન હાલ ફંકશનલ એટલે કે કાર્યરત કરવામાં આવશે નહીં.
આ સ્ટેશન પર મુસાફરોની સંખ્યા ઓછી રહેવાના અંદાજને કા૨ણે હાલ પુરતા આ સ્ટોપેજ મુલતવી રાખવામાં આવ્યા છે. જેથી મેટ્રો રેલ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સીધી જીએનએલયુ આવશે.બીજીતરફ આ સ્ટેશનો પર હાલની સ્થિતિએ મુસાફરોની પુરતી સંખ્યા પણ નહીંવત મળવાનો અંદાજ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સ્ટેશનો ૫૨ ઉત૨ના૨ અને ટ્રેનમાં ચડનાર પુરતા પેસેન્જર મળી શકે તેમ નથી. જેના કારણે આ સ્ટેશનો હાલ ફંકશનલ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેશનો તૈયાર છે પણ કાર્યરત નહીં થાય.
આથી હવે મેટ્રો રેલ મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બાદ ગાંધીનગરના કુલ ૮ સ્ટેશન કવર કરશે. જે મુજબ સ્ટેડીયમથી સીધી ટ્રેન જીએનએલયુ સ્ટેશન પહોંચશે. ત્યાંથી એક ટ રાયસણ, રાંદેસણ, ધોળાકુવા સર્કલ, ઇન્ફોસિટી થઇને સેકટર–૧ પહોંચશે. યારે બીજો ટ જીએનએલયુથી પીડીપીયુ સ્ટેશન અને ગિટ સિટીને આવરી લેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech