આવતા અઠવાડીયાથી ઠંડીમાં વધારો થવાની હવામાન ખાતાની આગાહી

  • November 06, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લઘુતમ તાપમાન 22 ડીગ્રીએ પહોંચ્યું: સવાર-સાંજ ઠંડકનો માહોલ


આજે લાભપાંચમના દિવસે પણ ધીરે-ધીરે ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો અને લઘુતમ તાપમાન 22 ડીગ્રી રહ્યું હતું, આવતા અઠવાડીયાથી ઠંડીમાં વધારો થશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન 34.6 ડીગ્રી, લઘુતમ તાપમાન 22 ડીગ્રી, હવામાં ભેજ 66 ટકા અને પવનની ગતિ 20 થી 25 કિ.મી. પ્રતિકલાક રહી હતી.


આજે ઠંડીના માહોલ વચ્ચે વોકીંગ કરનારાઓએ પણ ઠંડીની મોજ માણી હતી, ગામડાઓમાં પણ વાતાવરણમાં ભારે ઠંડક જોવા મળી હતી, જો કે હવામાન ખાતુ કહે છે કે, બે-ત્રણ દિવસમાં જ ગરમી ઘટતી જશે અને ઠંડી શ થશે. રાજયના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, આ વખતે લગભગ વીસેક દિવસ ઠંડી મોડી શ થઇ છે, હજુ તો શઆત છે પરંતુ આવતા અઠવાડીયે ઠંડી વધશે.


જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, ફલ્લા, કલ્યાણપુર, સલાયા, ખંભાળીયા, ભાટીયા, રાવલ, દ્વારકા, જામજોધપુર સહિતના ગામોમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમીએ કાળો કેર વતર્વ્યિો છે, એક તરફ કમોસમી માવઠાથી ખેડુતોને ભારે આર્થિક નુકશાન થયું છે, બીજી તરફ અસહ્ય ગરમીને કારણે લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News