ભારતમાં મેટાએ શરૂ કરી બ્લૂ ટીક વેરિફાઈડ એકાઉન્ટ સર્વિસ, જાણો કેટલામાં પડશે બ્લુ ટીક??

  • June 08, 2023 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની માલિકી ધરાવતી મેટાએ ભારતમાં 699 રૂપિયાની માસિક સબ્સ્ક્રિપ્શન કિંમતે મોબાઇલ એપ્લિકેશન્સ માટે વેરિફાઇડ સેવા શરૂ કરી છે. કંપનીએ ગઈ કાલે આ માહિતી આપી હતી. જયારે  Metaએ આવતા મહિને વેબ પર 599 રૂપિયા પ્રતિ મહિનાની સબ્સ્ક્રિપ્શન કિંમતે વેરિફાઇડ સેવા શરૂ કરવાની યોજના પણ બનાવી છે. "મેટા વેરિફિકેશન સર્વિસ આજથી ભારતમાં Instagram અથવા Facebook પર સીધી ખરીદી માટે ઉપલબ્ધ થશે.



કંપનીએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે લોકો iOS અને Android પર રૂ. 699 માં માસિક સબ્સ્ક્રિપ્શન ખરીદી શકશે. આગામી મહિનાઓમાં, અમે દર મહિને રૂ. 599 માં વેબ ખરીદીનો વિકલ્પ પણ રજૂ કરીશું. વેરિફાઇડ એકાઉન્ટ સબ્સ્ક્રિપ્શન્સ માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના યૂઝર્સ તેમના એકાઉન્ટને સરકારી ઓળખપત્રની મદદથી વેરિફાઈ કરાવી શકશે. વેરિફાઇડ એકાઉન્ટને સુરક્ષાની સાથે એકાઉન્ટ રિલેટેડ હેલ્પ પણ કરવામાં આવશે. 



મેટાએ જણાવ્યું કે, “અમે વૈશ્વિક સ્તરે કેટલાક દેશોમાં અમારા પ્રારંભિક પરીક્ષણના સારા પરિણામો જોયા પછી ભારતમાં મેટા વેરિફાઈડના અમારા પરીક્ષણને વિસ્તારી રહ્યા છીએ. અગાઉના પોસ્ટિંગ ઇતિહાસ અને અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. ત્યારબાદ અરજદારોએ એક સરકારી ઓળખપત્ર સબમિટ કરવું પડશે. તે  Facebook અથવા Instagram એકાઉન્ટના પ્રોફાઇલ નામ અને ફોટા સાથે મેચ થતું હોવું જરૂરી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application