‘અજાણતામાં ભૂલ થઈ...’ 2024ની ચૂંટણીમાં ભાજપની હાર પર માર્ક ઝુકરબર્ગની ટિપ્પણી બદલ મેટાએ માફી માંગી

  • January 15, 2025 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે તાજેતરના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, 2024નું વર્ષ વિશ્વ માટે ઉથલપાથલથી ભરેલું હતું અને કોવિડ પછી યોજાયેલી ચૂંટણીઓમાં ભારત સહિત ઘણા દેશોની સરકારો પડી ગઈ હતી. આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે આ દાવો હકિકતમાં ખોટો હતો.

આ મુદ્દે, મેટા ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ શિવનાથ ઠુકરાલે માર્ક ઝુકરબર્ગ દ્વારા આપવામાં આવેલા નિવેદન બદલ માફી માંગી છે. તેમણે ટ્વીટ કર્યું કે, ભારત મેટા માટે અતિ મહત્વપૂર્ણ દેશ છે. આ અજાણતા થયેલી ભૂલ માટે અમે માફી માંગીએ છીએ.


નિશિકાંત દુબેનો પ્રતિભાવ
ભાજપના સાંસદ નિશિકાંત દુબે, જે આઇટી સંસદીય પેનલના વડા છે. તેમણે મેટા ઇન્ડિયાની માફીને ભારતના સામાન્ય નાગરિકોની જીત ગણાવી. તેમણે કહ્યું કે, આ માફી ભારતીય સંસદ અને સરકારમાં જનતાના વિશ્વાસની પુષ્ટિ છે. દુબેએ વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અન્ય બાબતો પર પણ સમન્સ પાઠવવામાં આવશે.


કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રતિક્રિયા
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ માર્ક ઝુકરબર્ગની ટિપ્પણીને ખોટી ગણાવી અને કહ્યું કે, ભારતના લોકોએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે. વૈષ્ણવે એ હકિકત રજૂ કરી કે, ઝુકરબર્ગનો દાવો ખોટો હતો અને ભારતના નાગરિકોએ મહામારી પછી પણ વર્તમાન સરકારમાં વિશ્વાસ જાળવી રાખ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application