'મેરે હસબન્ડ કી બીવી' પહેલા જ દિવસે ધડામ

  • February 22, 2025 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અર્જુન કપૂરની ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' ની બોક્સ ઓફિસ પર ખૂબ જ ઠંડી શરૂઆત થઈ છે. ફિલ્મ પહેલા જ દિવસે ઉંધા માથે પટકાઈ હતી.સિંઘમ અગેનમાં વિલનની ભૂમિકા ભજવ્યા બાદ, અર્જુન કપૂરે રોમેન્ટિક કોમેડી 'મેરે હસબન્ડ કી બીવી' સાથે મોટા પડદા પર વાપસી કરી છે. આ ફિલ્મ પ્રેમ ત્રિકોણ પર આધારિત શ્રેષ્ઠ છે. આ ફિલ્મમાં અર્જુન સાથે ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફિલ્મની રિલીઝ પહેલા, સ્ટાર કાસ્ટે તેનું જોરશોરથી પ્રમોશન કર્યું હતું પરંતુ તેની શરૂઆત થોડી નબળી રહી.

મુદસ્સર અઝીઝ દિગ્દર્શિત ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અર્જુન કપૂર અભિનીત આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મને વિવેચકો તરફથી સારી સમીક્ષા મળી છે પરંતુ બોક્સ ઓફિસ પર તેની શરૂઆત નિરાશાજનક રહી છે. આનું એક કારણ એ છે કે 'મેરે હસબન્ડ કી બીવી' ને વિકી કૌશલની 'છાવા' સાથે સ્પર્ધા કરવી પડી હતી. એક અઠવાડિયા જૂનો 'છાવા' બોક્સ ઓફિસ પર રાજ કરી રહ્યો છે. અહીં, વિક્કીની ફિલ્મે 8મા દિવસે પણ ભારે કમાણી કરી છે. જ્યારે 'મેરે હસબન્ડ કી બીવી' રિલીઝના પહેલા દિવસે 2 કરોડ રૂપિયા પણ કમાઈ શકી નથી. શરૂઆતના ટ્રેન્ડ રિપોર્ટ મુજબ, 'મેરે હસબન્ડ કી બીવી' એ તેની રિલીઝના પહેલા દિવસે માત્ર 1.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

જો કે આ પ્રારંભિક આંકડા છે, તેમાં થોડો ફેરફાર થઈ શકે છે.

'મેરે હસબન્ડ કી બીવી' ની શરૂઆત ખૂબ જ નીરસ રહી છે. આ ફિલ્મ છાવા તરફથી પણ સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. જોકે, નિર્માતાઓને આશા છે કે સપ્તાહના અંતે ફિલ્મની કમાણી વધશે. નોંધનીય છે કે 'મેરે હસબન્ડ કી બીવી' 60 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. જો ફિલ્મ સપ્તાહના અંતે સારું પ્રદર્શન નહીં કરે, તો તેના માટે તેનું બજેટ પાછું મેળવવું મુશ્કેલ બનશે. હાલ તો એ જોવાનું બાકી છે કે આ ફિલ્મ સપ્તાહના અંતે કેવું પ્રદર્શન કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application