જામનગરમાં તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ: સવારે ફુલગુલાબી ઠંડી યથાવત

  • February 25, 2025 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બપોરનાં અસહ્ય ગરમી અને સવારના ફુલગુલાબી ઠંડી યથાવત હોવા પામી છે. વહેલી સવારે આછેરી ધુમ્મસ પણ જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે વાહનચાલકોને હેરાન પરેશાન થવુ પડે છે. 


કંટ્રોલરૂમનાં જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૩ ડીગ્રીએ પહોંચ્યુ છે. જયારે લઘુતમ તાપમાન ૧૮.૫, હવામાં ભેજ ૬૧ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી છે. જો કે હવે ધીરે ધીરે ગરમી શરૂ થશે. ગામડાઓમાં મિશ્ર વાતાવરણને કારણે તાવ, તેમજ મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધવા પામ્યુ છે. 
​​​​​​​

જામનગર શહેર તથા સમગ્ર હાલારમાં મિશ્ર ઋતુનાં કારણે રોગનું પ્રમાણ વધ્યુ છે જેમાં તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું વગેરેનો સમાવેશ થાય છે. એક તરફ આવતા મહિને બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થશે એ જ સમયે અત્યારે મિશ્ર ઋતુના કારણે અને જામનગર શહેરમાં ખાસ કરીને મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ વધી ગયો હોય, વિદ્યાર્થીઓને રાત્રે વાંચનમાં પણ મચ્છરોનો ત્રાસ વર્તાઇ રહ્યો છે ત્યારે જામનગર મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય એવુ લાગી રહ્યું છે. ત્યારે આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલા ભરવામાં આવે એવું લોકો ઇચ્છી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application