કેનેડાના ટોરોન્ટો ખાતે મહેર કોમ્યુનીટી ઓન્ટારિયો દ્વારા દિવાળીના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
સાત સમંદર પાર કેનેડા ખાતે દિવાળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ હતુ.જ્ઞાતિના સંત શિરોમણી પુજય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં દીપ પ્રગટાવી તેમણે કંડારેલી જ્ઞાતિના શૈક્ષણિક વિકાસની કેડીને આગળ ધપાવવા નવા વર્ષની શુભ શઆતમાં આહવાન કરેલ હતુ.સ્નેહમિલનમાં સમાજ ભાઈઓના મણિયારો રાસ તથા બહેનોના રાસડા રમી આવનારી પેઢીમાં આપણી લોક સંસ્કૃતિને પ્રવાહિત કરી હતી.આ ઉપરાંત બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ હતો.જેમાં રામ કારાવદરા,અંશ મુળિયાસીયા, આર્યન ઓડેદરા અને દેવ દ્વારા ડાન્સ રજુ કરવામાં આવ્યો હતો તથા અવની કારાવદરા ગીટાર વાદન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન યંગ સ્ટાર આર્યા રાજુભાઈ ઓડેદરા અને અવની ભરતભાઈ કારાવદરા દ્વારા અદભુત રીતે કરવામાં આવેલ હતું.
આ સ્નેહમિલનમાં ૭૫ જેટલા જ્ઞાતિના ભાઈઓ-બહેનો હાજર રહી નવા વર્ષની શુભકામના પાઠવી જ્ઞાતિ સંગઠનને વધુ મજબુત બનાવવાની નેમ લીધી હતી.
આ સ્નેહમિલનના સફળ આયોજન માટે ભરતભાઈ કારાવદરા, મેભાઈ ઓડેદરા, રમેશભાઈ ઓડેદરા, વિક્રમભાઈ, યોગેશભાઈ ઓડેદરાએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ ડો.બાલુભાઈ ઓડેદરા, સવદાસભાઈ કારાવદરા, ભરતભાઈ રાતિયા તથા હોથીભાઇ કેશવાલાએ જરી માર્ગદર્શન તેમજ સાથ સહકાર આપેલ હતો.વિદેશની ભુમિ પર યોજાતા સ્નેહમિલન તેમજ જ્ઞાતિ સંગઠન તથા સર્વાંગી વિકાસના કાર્યક્રમોને શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પરિવાર દ્વારા બિરદાવવામાં આવે છે. તેમજ સૌને નવા વર્ષની શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech