મેઘરાજા હજુ મન મુકીને વરસતા નથી સૌરાષ્ટ્રના 82માંથી 10 ડેમમાં આવક

  • June 29, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસાને 15 દિવસ વીતી ગયા છે છતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસતા નથી, દરમિયાન છેલ્લા 24 કલાકમાં હળવાથી ભારે ઝાપટા વરસતા સૌરાષ્ટ્રના કુલ 82માંથી ફક્ત 10 ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે, જ્યારે 13 ડેમ સાઇટ ઉપર પાંચ મીમીથી બે ઇંચ સુધી વરસાદ વરસ્યો છે.
વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ ક્ધટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત સવારે સાતથી આજે સવારે સાત સુધીની છેલ્લી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કુલ 82 ડેમમાંથી ફક્ત 10 ડેમમાં અઢી ફૂટ સુધી નવા નીરની આવક નોંધાઇ છે જેમાં ફોફળમાં 0.30 ફૂટ, આજી-2માં 0.03 ફૂટ, ન્યારી-2માં 0.33 ફૂટ, મચ્છુ-2માં પોણો ફૂટ, ધોડાધ્રોઈમાં 0.33 ફૂટ, બ્રાહ્મણી-2માં 0.16 ફૂટ, મચ્છુ-3માં 0.16 ફૂટ, ફુલઝર-1માં 0.66 ફૂટ, શેઢા ભાડથરીમાં 2.62 ફૂટ, લીંબડી ભોગાવો માં 0.33 ફૂટ નવા નીરની આવક થઇ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે છેલ્લા 24 કલાકમાં ફક્ત 13 ડેમ સાઈટ ઉપર પાંચ મીમીથી બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે જેમાં ફાળદંગબેટી ઉપર 10 મીમી, ખોડા પીપર ઉપર 15 મીમી, ઇશ્વરીયા ઉપર 10 મીમી, કરમાળ ઉપર પાંચ મીમી, કરણુંકી ઉપર 15 મીમી, ઘેલો સોમનાથ ઉપર 10 મીમી, માલગઢ ઉપર બે ઇંચ, મચ્છુ-2 ઉપર એક ઇંચ, ડેમી-2 ઉપર 10 મીમી, બંગાવડી ઉપર પાંચ મીમી, બ્રાહ્મણી-2 ઉપર ચાર મીમી, મચ્છુ-3 ઉપર 10 મીમી અને સાંકરોલી ડેમ ઉપર 16 મીમી વરસાદ નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application