ભાવનગર જિલ્લામાં આજે બુધવારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ પોરો ખાધો હતો. મહત્તમ તાપમાન વધીને 34.4 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 26 ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે 23.6 ફૂટ યથાવત રહી હતી.ભાવનગર જિલ્લામાં હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે બુધવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.પરંતુ મેઘરાજાએ આજે બપોર સુધી પોરો ખાધો હતો.ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે.સામાન્ય વરસાદ થયો હોવાથી હજી ઠંડક થતી નથી.
પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે 23.6 ફૂટ યથાવત રહી છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી રહયું હતું.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે પરંતુ મન મુકીને વરસતા નથી.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે. શહેરનું મહત્તમ તાપમાન 3.2 ડિગ્રી વધીને 34.4 ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 26 ડિગ્રી નોંધાયુ હતુ.આજે બુધવારે સવારે ભેજ 82 ટકા રહયો હતો.આથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.જ્યારે પવનની ઝડપ આજે સવારે 12 કિ.મી.રહી હતી. શ્રાવણ માસના પ્રારંભે ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે.ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech