બેટ દ્વારકામાં મેગા ડીમોલીશન : ચુસ્ત પોલીસ બંદોબસ્ત

  • January 11, 2025 11:49 AM 

દેવભુમીના એસપી નીતેશ પાંડેયની દેખરેખ હેઠળ 1000થી વધુ પોલીસ કાફલો ગોઠવાયો : ગેરકાયદે દબાણો દુર કરવા બાલાપરમાં બુલડોઝર : પ્રાંત અધિકારી, નગરપાલીકાનો સ્ટાફ વિગેરે જોડાયા : ડીમોલીશનના પગલે યાત્રીકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ



બેટ દ્વારકામાં આજે ફરીથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ 1000થી વધુ પોલીસ કાફલો અને લગત વિભાગના અધિકારીઓ સહિતના જોડાયા હતા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાલાપર વિસ્તારમાં ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવતા લોકોના ટોળા એકત્ર થયા હતા, સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


ઓખા મંડળના બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં સંખ્યાબંધ આસામીઓને અગાઉ નોટીસો આપવામાં આવી હતી જે અનુસંધાને આજે સવારથી ડીમોલેશનની કામગીરી શ કરવામાં આવી હતી, દ્વારકાના એસપી નિતેશ પાંડેયની આગેવાની હેઠળ ડીવાયએસપી સાગર રાઠોડ, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતી, એલસીબી, એસઓજી, મરીના પોલીસ, એસઆરપી, મહિલા પોલીસ સહિતનો આશરે 1000 જેટલા સુરક્ષા કર્મીઓના કાફલા સાથે અને પ્રાંત અધિકારી તેમજ નગરપાલીકાના સ્ટાફ સાથે ગેરકાયદે દબાણો દુર કરવા મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું, બાલાપરમાં સવારે દાદાનું બુલડોઝર ફરી વળ્યુ હતું, મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, ડીમોલીશનની કામગીરી વેળાએ સ્થળને પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યુ હતુ, સજજડ વ્યવસ્થા વચ્ચે કામગીરી શ થઇ હતી, બીજી બાજુ લોકોના ટોળા એકત્ર થયા હતા.


બેટ દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા ગેરકાયદે દબાણો અંગે તાજેતરમાં જ જીલ્લાભરમાં 400થી વધુ જેટલા આસામીઓને નોટીસો ફટકારવામાં આવી હતી અને પોતાના દબાણો સ્વેચ્છીક રીતે હટરા જણાવાયુ હતું પોલીસ અને લગત વિભાગ દ્વારા આ અંગે એકશન લેવાની કાર્યવાહી માટે મીટીંગો યોજી હતી ઉપરોકત નોટીસોમાં બેટ દ્વારકામાં પણ 50થી લોકોને નોટીસો આપવામાં આવી હતી જેના અનુસંધાને વેરીફેકશન માટે કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્વૈચ્છીક દબાણો દુર કરવા પણ તાકીદ કરાઇ હતી અને એ પછી આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો દુર કરવા શઆત બાલાપર વિસ્તારથી થઇ હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે દેવભુમી દ્વારકા જીલ્લામાં આશરે દોઢ વર્ષ પુર્વે સરકારી જમીનો પર થયેલા અને ખાસ કરીને દરીયાઇ પટ્ટી પર થયેલા ગેરકાયદે દબાણો દુર કરવા માટે જરી સર્વે કરી નોટીસો આપી એ પછી ઉચ્ચ અધિકારીઓની નીગરાણી હેઠળ બુલડોઝર ફેરવવા કાર્યવાહી કરવામાં આવી હતી અને અસંખ્ય ગેરકાયદે દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા જે તે સમયે દાદાનું બુલડોઝર ફરી વળતા દબાણકારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.


આજની ડીમોલીશનની કામગીરીમાં કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સંપુર્ણ સાવચેતી રાખીને મોટો પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો તેમજ સીસીટીવી, ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર કાર્યવાહી પર બાજ નજર રાખવામાં આવી રહી છે, આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્રની સાથો સાથ રેવન્યુ વિભાગ, સ્થાનીક નગરપાલીકાનો સ્ટાફ, પીજીવીસીએલની સ્ટાફ વિગેરે જોડાયો હતો અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.


બેટ દ્વારકા વિસ્તારમાં મેગા ડીમોલેશનની કામગીરીના ગપલે બેટ દ્વારકામાં આવતા યાત્રીકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જો કે મંદિર પરંપરા મુજબ ખુલ્લુ રહેશે તેમ જાણવા મળ્યું છે, ડીમોલીશનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ સુત્રોમાથી જાણવા મળ્યું છે.


અત્રે ઉલ્લેખનિય છે કે બે દિવસ પહેલા આજકાલ દૈનિકે બેટ દ્વારકામાં ડિમોલેશને થશે તેવી સંભાવના દશર્વિી હતી. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં આજે ડિમોલીશનની કાર્યવાહી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ થઇ હતી. આ અગાઉ તંત્ર દ્વારા નોટીસકારોના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને સ્વેચ્છાએ દબાણ દુર કરવા માટે પણ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application