ભ્રષ્ટ્રાચારના ભીરિંગને નાથવા માટે થઈને રાય સરકાર આગામી વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ભ્રષ્ટ્ર અધિકારીઓની મિલકત જ કરવા અને આ જ મિલકત હરરાજી કરવા માટે કાયદો લાવી રહી છે.આ કાયદા હેઠળ અધિકારીઓ અને રાજકીય નેતાઓને પણ આવરી લેવામાં આવશે. આ માટે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક ગાંધીનગરમાં મળશે. આ કાયદાની રચના પૂર્વે રાય સરકારના ગૃહ વિભાગે બિહાર અને ઓડિશા રાયના કાયદાનો અભ્યાસ કર્યેા છે અને તે તેને મોડલ તરીકે સ્વીકારીને ગુજરાત સરકાર આગળ વધી રહી છે.
જેમાં અધિકારીઓ સહિત રાજકીય નેતાઓનો પણ અપ્રમાણસર મિલકતની જી હેઠળ આવરી લેવાનો નિર્ણય કરવામાં આવશે આ જ થયેલી મિલકત સરકાર તેની હરાજી પણ કરી શકે તે પ્રકારની જોગવાઈ બિલ માં કરવામાં આવશે
રાજકોટના મહાભ્રષ્ટ્રાચારી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના જાહેર થયેલા નાણાંકીય રોકડ અને મિલકતની વિગતો બહાર આવતા ચોંકી ઉઠેલી સરકારે આગામી સત્રમાં વિધેયક લાવવાની તૈયારી શ કરી છે. મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસરની મિલકતનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. સૂચિત કાયદામાં અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થતાં જ સરકાર તમામ સંપત્તિ અને મિલકતો જ કરી શકશે.
ગુજરાતમાં સરકારી કચેરીઓ અને જિલ્લા વહીવટી તંત્રમાં ભ્રષ્ટ્રાચારની ચૂંગાલમાં ફસાયેલા અધિકારી તેમજ કર્મચારીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ભ્રષ્ટ્ર અધિકારીઓ તેમની ઉપરની કમાણીમાંથી કિંમતી જમીનો, ફાર્મ હાઉસ અને અન્ય મિલકતોમાં રોકાણ કરી રહ્યાં છે. આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસ દાખલ થયા પછી મિલકતો જ કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જો કે હવે કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જ કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે. દેશમાં અગાઉ ૨૦૦૬માં ઓરિસ્સા સરકારે અને ૨૦૦૯માં બિહાર સરકારે આ અંગેના કાયદા પસાર કર્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં અટકાવી દેવાયા છે.
સૂચિત કાયદામાં ભ્રષ્ટ્ર અધિકારી જ નહીં પણ તેના પરિવારજનો અને ભળતા નામે ખરીદેલી મિલકતો પણ જ કરી શકાશે. ગુજરાતમાં એવા પણ કિસ્સા બન્યાં છે ફરજ દરમિયાન ભ્રષ્ટ્રાચાર કર્યેા હોય પરંતુ નિવૃત્તિ બાદ જે તે અધિકારી સામે કાર્યવાહી થતી હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech