જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ સમિતિની બેઠક

  • December 07, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય તથા અંતિમ ક્રિયા સહાય પેટે ભૂતપૂર્વ સૈનિકોના આશ્રિતોને રૂ.૧૭ લાખથી વધુની સહાય ચૂકવાઈ: ૪૫ દાતાઓનું સન્માન

તાજેતરમાં સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિની બેઠક જિલ્લા કલેકટર બિજલ શાહના અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ ઉપરાંત સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના શ્રી યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશનથી રજુ કરી હતી તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે કલેક્ટરશ્રી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.
બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરના કમાન્ડર સંદિપ જયસ્વાલે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધીમાં ૩૯ પરિવારોને રૂ.૧૬,૪૮,૩૦૦ ની માસિક આર્થિક સહાય, ૦૨ પરિવારોને રૂ.૫૫,૦૦૦ દીકરી લગ્ન સહાય તેમજ ૦૭ પરિવારોને અંતિમ ક્રિયા સહાય પેટે રૂ.૭૦ હજાર મળી કુલ ૧૭,૭૩,૩૦૦ ની સહાય ચુકવવામાં આવેલ છે. ઉક્ત બેઠકમાં કલેક્ટરે પુર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્ની અને તેઓના આશ્રીતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપી સરકાર તરફથી લાગુ પડતી તમામ સહાયના લાભો સમયસર મળી રહે તે બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર કુલ ૪૫ દાતાઓનું કલેકટર અને પ્રમુખ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા આપવામાં આવેલ ટારગેટની સરખામણીએ જામનગરની જાહેર જનતાએ ૧૧૦% નો ફાળો ઉદાર હાથે આપેલ છે અને આજ રીતે જામનગરની જાહેર જનતાને તથા કચેરીઓને કલેક્ટરે ચાલુ વર્ષમાં પણ આર્મડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ માટે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, ઈન્ડીયન આર્મી, નેવી અને એર ફોર્સના અધિકારીઓ તથા હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, એર ફોર્સ એસોસીએશન જામનગરના પ્રમુખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application