રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વખતે તો તમામ હદો પાર કરી છે ડોકટરે. હોસ્પિટલમા કામ કરતા ડોક્ટર હોસ્પિટલમાં દારૂ પીને દર્દીઓની સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ પીતો હતો. અને નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જાગૃત નાગરિકે જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચે આરોપી ડોક્ટરને દારૂની બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સિવિલ અધિક્ષકે તેને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલમાં જાગૃત નાગરિક દ્વારા પોલીસને સાથે રાખી ડો. સાહિલ ખોખરને તેની ડ્યૂટી દરમિયાન દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો. ડોક્ટર રૂમમાં કબાટના ખાનામાંથી દારૂનો જથ્થો પણ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમેં દારોડો પાડ્યો ત્યારે જ ડો.સાહિલ ખોખર ઇમર્જન્સી રૂમની બહાર કાચની કેબિનમાં એક નર્સ સાથે બેઠો હતો, ડો.ખોખરને ક્રાઇમ બ્રાંચની ટીમે પોતાની ઓળખ આપી તેનું માસ્ક હટાવતાં જ ડોક્ટર ખોખર નશાખોર હાલતમાં હોવાની શંકા દૃઢ બની હતી, અને ડો. ખોખરને કેસબારીની સામે આવેલા ડોક્ટર રૂમમાં લઇ જવાયો હતો.
બાદમાં લાકડાંના કબાટમાં ડોક્ટરનું લોકર ખોલાવતાં પાણીની બોટલમાં દારૂ ભરેલો મળ્યો હતો. ડો.ખોખર ચારેક વર્ષથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કરારી ડોક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે, ડો.ખોખર જ્યારે પણ ફરજ પર હોય ત્યારે ડોક્ટર રૂમમાં જઇને દારૂ પીતો અને ફરી ઇમર્જન્સી રૂમમાં આવી જતો હતો. અને નશો કરેલો હોય ત્યારે પણ મહિલા દર્દી આવે તો તેને તપાસતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજા દિવસે પણ 'કલ્કી 2898 એડી'ની બોક્સ ઓફિસ પર ધમાલ, કર્યું આટલા કરોડનું કલેક્શન
June 30, 2024 11:56 PMગુજરાત: ગોધરામાં NEETની ગેરરીતિ મામલે મોટો ઘટસ્ફોટ, સ્કુલ સંચાલકન ધરપકડ બાદ થયા ખુલાસા
June 30, 2024 11:54 PM‘પાજી બે પેગ વધુ તો નથી થઈ ગયા ને ?’, કપિલ શર્માની આ પોસ્ટ પર ફેન્સના ફની રીએક્શન થયા વાઇરલ
June 30, 2024 11:53 PMટીમ ઈન્ડિયાની જીત બાદ જાણો આલિયા કેમ થઈ રહી છે ટ્રોલ, ફેન્સ રાહાની મમ્મીથી થયા નારાઝ
June 30, 2024 11:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech