યાંત્રિક રાઈડસ ધારકોને સિકયુરિટી ડિપોઝીટ કાપીને રકમ પરત કરાશે

  • December 04, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં જન્માષ્ટમી મેળામાં કમાવવા આવેલા રાઈડસ ધારકોને આ વખતે લેને કે દેને પડગયે જેવું થયું છે. વરસાદના કારણે મેળો ન યોજાયો પરંતુ ત્રણ માસથી ફસાયેલી એક કરોડથી વધુની રકમ હવે માંડ માંડ છૂટશે. કલેકટર દ્રારા ૯ લાખ રૂપિયા સિકયુરીટી ડીપોઝીટ પેટેના કાપી લઈને અન્ય રકમ ચુકવી દેવા માટે ઓર્ડર કરાતા લોકમેળાનો વહીવટ સંભાળતી પ્રાંત–૧ની કચેરી દ્રારા હવે રાઈડસ ધારકોને તેની રકમ પરત કરવામાં આવશે.
ટીઆરપી કાંડ બાદ એસઓપીને લઈને મેળામાં આરંભથી જ મોટી યાંત્રીક રાઈડસના સંચાલકો દ્રારા છૂટછાટની માંગણી કરાઈ હતી અને આ મામલો ગુંચવાયો હતો. અંતે એક જ વ્યકિતએ ઓકશનમાં ભાગ લઈને ૧.૨૭ કરોડ જેવી રકમની બોલી સાથે રાઈડસના તમામ પ્લોટ બુક કરી લીધા હતા. પોતાના હસ્તગત આવેલા પ્લોટ અલગ અલગ રાઈડસ ધારકોને ભાડા પેટે ફાળવી દેવાયા હોવાની જે તે સમયે વાત ચાલી હતી. મેળો ચાલુ થાય તે પહેલા એસઓપીની છૂટછાટ મેળવવા હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી અને મામલો કાનુની બન્યો હતો.  મેળો ચાલુ થયો પરંતુ પ્રથમ દિવસે રાઈડસ ચાલુ થઈ ન હતી. અનરાધાર વરસાદના કારણે બીજા દિવસે મેળો બધં કરી દેવાયો હતો અને  બધા સ્ટોલ ધારકોને તેના ભાડાની રકમ પરત કરવા માટે નિર્ણય લેવાયો હતો. બધાને રકમ પરત કરી દેવાઈ હતી પરંતુ યાંત્રીક રાઈડસનો મામલો હાઈકોર્ટમાં હોવાથી એક કરોડથી વધુની રકમ સરકારી તિજોરીમાં જમા હતી. હાઈકોર્ટમાંથી રીટ પરત ખેંચાઈ હતી. રાઈડસની રકમ પરત લેવા માટે સંચાલકો દ્રારા અરજી થઈ હતી અને વારંવાર રજુઆત કરાઈ હતી. પ્રાંત અધિકારી ઝોન–૧ની કચેરી દ્રારા આ રકમ પરત આપવા માટેની ફાઈલ કલેકટર સમક્ષ ગત સાહે મુકવામાં આવી હતી.  કલેકટર તંત્રના અંતર્ગત સુત્રોમાંથી મળેલી વિગત મુજબ કલેકટર પ્રભવ જોષી દ્રારા સિકયુરીટી ડીપોઝીટ પેટેની ૯ લાખની રકમ કાપી લઈને બીજી રકમ રાઈડસ ધારકોને ચુકવી આપવા માટેનો હત્પકમ કરાયો છે. હવે ટુંક સમયમાં યાંત્રીક રાઈડસ ધારકોની ફસાયેલી રકમ પરત મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application